યુપીના કન્નોજમાં ટ્રક અને સ્લીપર કોચ બસ વચ્ચે ભીષણ અકસ્માત બાદ આગ ભભૂકી : અનેક મુસાફરો ફસાયા : કેટલાક જીવતા ભૂંજાયા
ગામ ઘિલોઈની પાસે ટ્રક અને ડબલ ડેકર સ્લીપર બસ વચ્ચે ટક્કર બાદ બંને વાહનો સળગ્યા
ઉત્તર પ્રદેશના કન્નોજમાં ભીષણ રોડ અકસ્માત થયો છે. ટ્રક અને સ્લીપર બસની આમને-સામને થયેલી ટક્કરમાં ઘણા લોકોના મોત થવાની આશંકા છે. આ દુર્ઘટના છિબરામઉમાં સર્જાય છે. ટક્કર બાદ ટ્રક અને બસ બન્નેમાં આગ લાગી ગઈ છે. ઘટના સમયે બસની અંદર 75-80 મુસાફરો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં મૃત્યુઆંકનો આંકડો સામે આવ્યો નથી.
કન્નોજના છિબરામઉમાં જીટી રોડ હાઇવે પર ગામ ઘિલોઈની પાસે ટ્રક અને ડબલ ડેકર સ્લીપર બસ વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર લાગતા જ બંન્ને ગાડીઓમાં આગ લાગી ગઈ હતી. થોડીવારમાં તો બંન્ને ગાડી સફળવા લાગી અને આગનો ગોળો બની ગઈ હતી. દુર્ઘટનામાં સ્લીપર બસમાં સવાર ઘણા યાત્રીકોનું આગમાં સળગીને મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર લોકોના ટોળે-ટોળા હાજર થઈ ગયા છે.