મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

દિલ્લી-ચંદીગઢ હાઇવે પર ટોલ પ્લાઝા પાસે ઉભેલી કારમાં ટ્રકએ મારી ટકકર, ૪ લોકોના મોતઃ જોરદાર ટક્કરથી કાર આગળ ઉભેલા ટેન્કર-ટ્રક વચ્ચે ફસાઇ ગઇ

દિલ્લી - ચંદીગઢ નેશનલ હાઇવે પર એક હ્ય્દયદ્રાવક ઘટના સામે આવી છે જયાં ટ્રક ચાલકની લાપરવાહીને કારણે એક પરિવારના ચાર  લોકોના મોત થયા. ઘરોડાના બસતાડા ટોલ પ્લાઝામાં અટિંગા કારને પાછળથી આવી રહેલ ટ્રકએ જોરદાર ટકકર મારી દીધી. ટકકર એટલી જોરદાર હતી કે કાર આગળ ઉભેલ ટેન્કર અને ટ્રક વચ્ચે ફસાઇ ગઇ. દરમ્યાન સ્થળ પર ચાર લોકોના મોત થયા.

મૃતકોમાં બે બાળકો અને મહિલાઓ બતાવવામાં આવ્યા છે અને બે લોકોની હાલત ગંભીર છે. પુરો પરિવાર સીમલાનો છે. દુર્ઘટના શુક્રવારના બપોરના ત્રણ વાગ્યા આસપાસ બની. દિલ્લી ચંદીગઢ નેશનલ હાઇવે પર બસતાડા ટોલ પ્લાઝા પર બન્ને તરફથી ગાડીઓનું આવન જાવન હતુ. દરમ્યાન દિલ્લી તરફથી આવી રહેલ અટિંગા  કાર પણ વાહનોની લાઇનમાં હતી.

દરમ્યાન પાછળ આવી રહેલ ટ્રકએ કારને જોરદાર ટકકર મારી દીધી. કાર આગળ ઉભેલ ટેન્કર અને ટ્રક વચ્ચે ફસાઇ ગઇ.

બન્ને ગાડીઓ વચ્ચે આવી જવાથી કાર બુરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. કારમાં બેઠેલ ત્રણ લોકોના સ્થળ પર મોત થયા. આમાં બે મહિલા અને એક બાળકનો પણ સમાવેશ હતો. ઘટના બન્યા પછી તરત આસપાસના હાજર રહેલ લોકોએ કારમાં ફસાયેલા લોકોને કાઢવામા લાગી ગયા. દરમ્યાન એક વધુ બાળકએ દમ તોડી દીધો.

ઘાયલોને કરનાલ મેડીકલ કોલેજમાં મોકલવામા આવ્યા. બન્નેની હાલત હજુ નાજુક છે. જાણવા મળ્યું છે કે દુર્ઘટનામાં સીમલાના એક પ્રતિષ્ઠિત અધિવકતાના પાંચ પારિવારિક સદસ્ય ચાલક સહિત સવાર હતા.

(10:59 pm IST)