મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

ઇરાન-અમેરિકા તણાવની અસર અફઘાન શાંતિ પ્રક્રિયા પર નહીઃ તાલિબાનએ આપી પ્રતિક્રિયા

અફઘાનિસ્તાનના આતંકી સંગઠન તાલિબાનએ કહ્યું છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે તનાવથી તેના (તાલીબાનના) અને અમેરિકા વચ્ચેની શાંતિ વાર્તા પર કોઇ અસર નહી પડે. વોયસ ઓફ અમેરિકાએ પોતાની રીપોર્ટમાં આની જાણકારી આપતા બતાવ્યું કે હાલમાં અમેરિકી હુમલામાં ઇરાની જનરલ કાસિમ સુલેમાનીના માર્યા ગયા પછી ઇરાન દ્વારા ઇરાકમાં આવેલ અમેરિકી સૈન્ય સ્થાનો પર મિસાઇલો નાખવાની ઘટનાઓ પછી પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે.

અમેરિકા અને ઇરાન વચ્ચે સૈન્ય તનાવ પછી  આશંકા બતાવી રહી છે કે આની અસર અફઘાનિસ્તાનમાં શાંતિ માટે અમેરિકા અને તાલિબાન વચ્ચેની વાર્તાઓ પર પણ અસર પડશે.

પણ આશંકાને રદ કરતા તાલિબાનની કેન્દ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાવાળા સુહેલ શાહીનએ કહ્યું કે અમેરિકા સાથે વીતેલ એક વર્ષથી વધારે સમયથી ચાલી રહેલ વાર્તાઓ પછી બંન્ને પક્ષ અફઘાનિસ્તાનમાં શાંતિ માટે એક સમજૂતી પર હસ્તાક્ષરની નજીક પહોંચ્યા છે.

(10:12 pm IST)