મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

નાગરિકતા સંશોધન અધિનિયમને લઇ જે ત્યાં પીડિત છે તે હિન્દુસ્તાન આવી જાય જે અહીં પીડિત છે તે પાકિસ્તાન ચાલ્યા જાયઃ ભાજપા ધારાસભ્ય વિક્રમ સૈનીની પ્રતિક્રિયા

ભાજપા ધારાસભ્યએ કહ્યું જે ત્યાં પીડિત છે તે હિન્દુસ્તાન આવી જાય જે અહી પીડિત છે તે પાકિસ્તાન ચાલ્યા જાય. પાકિસ્તાને પણ કાયદો બનાવવો જોઇએ.

ઉતરપ્રદેશના મુજફફરનગરના  ખતૌલી ધારાસભાથી ધારાસભ્ય વિક્રમ સૈનીએ નાગરિકતા સંશોધન અધિનિયમને લઇ મુસ્લિમો પર નિશાન સાધ્યું છે. સૈનિએ કહ્યું કે પાકિસ્તાનએ પણ આવો કાયદો બનાવવો જોઇએ જે મુસ્લિમ અહીયા પીડિત છે એમને પાકિસ્તાનમા નાગરિકતા આપવી જોઇએ. અદલા બદલી કરી લો જે ત્યાં પીડિત છે તેણે હિન્દુસ્તાન આવી જવું જોઇએ અને અહીં પીડિત છે એમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઇએ કોણ રોકી રહ્યું છે.

ભારત સરકાર દ્વારા હાલમાં નાગરિકતા સંશોધન કાનૂન લાગૂ કર્યો છે જેને કારણે દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે. પક્ષ-વિપક્ષમાં પણ જૂબાની જંગ જારી છે. વિપક્ષી પાર્ટીઓ  આમ કહીને આનો વિરોધ કરી રહી છે કે કાનૂન બંધારણના અનુચ્છેદ ૧૪ નું ઉલ્લંઘન કરે છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકાર આના દ્વારા અલ્પસંખ્યકોમાં ભય પેદા કરે છે.

(9:40 pm IST)