મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

JNU હિંસા મામલે સ્ટીંગ ઓપરેશનમાં ABVPના કાર્યકરે માન્યું 20 લોકોને બહારથી બોલાવ્યા હતા !!

અક્ષત અવસ્થીએ કબૂલ્યું છે કે, જેએનયુથી 20 અને બહારથી 20 લોકોને બોલાવ્યા

નવી દિલ્હી : જેએનયુ કેમ્પસમાં 5 જાન્યુઆરીએ થયેલ હિંસાના સંબંધમાં દિલ્હી પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. જો કે પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે 9 શંકાસ્પદ લોકોની ઓળખ થઈ છે. જેએનયુ હિંસા કેસમાં હવે ઈન્ડિયા ટુડેનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. જેમાં એબીવીપીની હિંસામાં સંડોવણી બહાર આવી છે. એબીવીપીના કાર્યકર અક્ષત અવસ્થીએ સ્વીકાર્યું છે કે તેઓ 5 જાન્યુઆરીએ થયેલી હિંસામાં સામેલ હતા.

  ઇન્ડિયા ટુડેના સ્ટિંગ ઓપરેશનમાં, એબીવીપી કાર્યકર અક્ષત અવસ્થીએ કબૂલ્યું છે કે, જેએનયુથી 20 અને બહારથી 20 લોકોને બોલાવવામાં આવ્યા હતા. ખુદ એબીવીપીના કાર્યકર્તાએ હિંસામાં સામેલ હોવાનું કેમેરા સામે કબૂલ્યું છે. અક્ષત અવસ્થી જેએનયુમાં ફ્રેન્ચ ડિગ્રી પ્રોગ્રામનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તેણે એ પણ સ્વીકાર્યું છે કે તેણે હુમલો દરમિયાન હેલ્મેટ પહેર્યું હતું. સ્ટિંગ ઓપરેશનમાં તેને એમ કહેતા સાંભળવામાં આવી શકે છે કે તેના હાથમાં લાકડી હતી અને તેણે ઘણા લોકોને માર માર્યો હતો.

જેએનયુના રેકોર્ડ અનુસાર અક્ષત કાવેરી હોસ્ટેલમાં રહે છે. અવસ્થીએ એક વીડિયો પણ બતાવ્યો હતો જેમાં તે છાત્રાલય કોરિડોરમાં દોડતો હતો અને રસ્તામાં આવતા કોઈપણને માર મારતો નજરે પડે છે. જ્યારે ઈન્ડિયા ટુડેના પત્રકારે પૂછ્યું કે, તમારા હાથમાં શું છે, ત્યારે તેણે કહ્યું કે મેં લાકડી લીધી છે. મેં તેને પેરિયાર [છાત્રાલય] પાસે પડેલા ધ્વજમાંથી બહાર કાઢ્યું હતુ.

   જ્યારે પત્રકારે પૂછ્યું, તમે કોઈને માર્યા છે? તો તેણે કહ્યું, હું કાનપુરના એવા વિસ્તારમાંથી આવું છું જ્યાં દરેક ગલીમાં ગુંડાઓ હોય છે. હું તેમને જોતો. અવસ્થીએ કહ્યું કે હુમલો પેરિયાર છાત્રાલયમાં ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આક્રમણના બદલામાં એક દિવસ અગાઉ કરવામાં આવ્યો હતો. આ તેનો પ્રતિસાદ હતો. હુમલાના આયોજન અંગે અક્ષતે કહ્યું કે તેણે એબીવીપીના સંગઠનના સચિવને ફોન કર્યો. તે એક મિત્ર છે તેની સાથે સંપૂર્ણ પ્લાનિંગ કરાઇ હતી. સાથે જ અક્ષતે કહ્યું કે લોકોને એકત્રીત કરવું તે તેમનું કામ છે. તેઓએ દરેકને એકત્રિત કર્યા હતા

(9:09 pm IST)