અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા ઘણા મોર્ટારો ઝીંકાયા
પાકિસ્તાની હુમલામાં બે પોર્ટરના મોત

જમ્મુ, તા.૧૦ : પાકિસ્તાની સૈનિકોએ આજે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશરેખા નજીક અગ્રિમ ચોકી ઉપર મોર્ટાર હુમલા કર્યા હતા. આનાથી સેનાના બે પોર્ટરના મોત થયા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, ઘટનાના સમયે અંકુશરેખાની પાસે કેટલાક પોર્ટર કામ કરી રહ્યા હતા. ઘાયલ થયેલા ત્રણેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંરક્ષણ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યુ છે કે, આશરે ૧૧ વાગે પાકિસ્તાની સેનાએ કોઇપણ ઉશ્કેરણી વગર પૂંચ જિલ્લામાં અંકુશરેખાની પાસે ગુલપુર સેક્ટરમાં મોર્ટાર ઝીંક્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ આ ગોળીબારમાં બેના મોત થયા હતા. બીજી બીજુ ભારતીય સેના તરફથી પણ જોરદાર જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાની ચોકીઓને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પૂંચ જિલ્લામાં પણ અંકુશરેખાની પાસે મંગળવારના દિવસે ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની હતી.