મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

માત્ર પાંચ જ દિવસમાં નવા બિઝનેસની શરૂઆત કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની મહત્વપૂર્ણ નવી પહેલ : નવા બિઝનેસ શરૂ કરવા ૧૦ની જગ્યાએ હવે પાંચ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે : ૧૮ના બદલે પાંચ દિનનો સમય લાગશે

નવીદિલ્હી, તા. ૧૦ : ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને લઇને સરકાર ગંભીર દેખાઈ રહી છે. સતત પ્રક્રિયાઓને સરળ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. સંદર્ભમાં હવે કાગળની કાર્યવાહીને ઘટાડી દેવાની દિશામાં પહેલ થઇ રહી છે. કાગળની કાર્યવાહીને ઓછી કરીને પાંચ દિવસની અંદર નવા બિઝનેસ હવે શરૂ કરી શકાશે. હાલમાં નવા બિઝનેસ શરૂ કરવા માટે ઓછામાં ઓછી ૧૦ પ્રક્રિયાઓમાંથી પસાર થવાની જરૂર પડે છે. સરકાર હવે આને ઘટાડીને પાંચ પ્રક્રિયા અને પાંચ દિવસ લાવવા માટે ઇચ્છુક છે. નામની નોંધણી, કોર્પોરેશન ઉપરાંત જીએસટી જેવા જુદા જુદા ટેક્સની ચુકવણી માટે રજિસ્ટ્રેશન સહિત ૧૦ મહત્વપૂર્ણ સેવાઓને વહેલીતકે બે ફોર્મમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. હજુ સુધી આના માટે જુદા જુદા ફોર્મ ભરવા પડે છે.

              એક સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, કોર્પોરેટ મામલાના મંત્રાલય આગામી એક મહિનામાં બંને ફોર્મ સ્પાઇસપ્લસ અને એજીલપ્રોને જારી કરશે. બંને ફોર્મથી હવે જીએસટીઆઈએન, પેન, ટેન, ઇએસઆઈસી, ઇપીએફઓ, ડીઆઈએન, બેંક એકાઉન્ટ અને પ્રોફેશનલ ટેક્સને એક્સેસ કરી શકાય છે. એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, બંને ફોર્મ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. તેમને ઉપયોગ કરવાની બાબત સરળ થઇ જશે. સ્પાઇસપ્લસમાં નામ અને ઇકોર્પોરેશન ઉપરાંત બીજી સેવાઓ માટે અરજી કરી શકાશે. અધિકારીએ કહ્યું છે કે, કંપનીને હવે ઇન કોર્પોરેશનના સમય પર કર્મચારી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઈસી), એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની પાસે રજિસ્ટ્રેશન કરાવવાની ફરજ પડશે. વર્લ્ડ બેંકના નવા રેંકિંગમાં ઇઝ ઓફ સ્ટાર્ટિંગ બિઝનેઝ કેટેગરીમાં ભારત ૧૯૦ દેશોની યાદીમાં ૧૩૬મા સ્થાને છે.

                   અધિકારીઓના કહેવા મુજબ કોર્પોરેટ બાબતોના મંત્રાલય, નાણામંત્રાલય, શ્રમ મંત્રાલય, મહારાષ્ટ્ર સરકાર આમા સુધારા લાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. સરકારે આઠ બેંકો સાથે પણ હાથ મિલાવ્યા છે. જે હાલમાં રજિસ્ટર્ડ થયેલી કંપનીઓની ઇન કોર્પોરેશનના સમયે બેંક ખાતા માટે અરજીમા મદદ કરશે. નિષ્ણાતોનુ કહેવું છે કે, પગલાથી બિઝનેસ શરૂ કરવામાં લાગનાર સમયમાં ઉલ્લેખનીય ઘટાડો થશે. કાયદાકીય કંપની કોર્પોરેટ પ્રોફેશનલમાં પાર્ટનર સિઘીએ કહ્યું છે કે, જીએસટી અને અન્ય બિઝનેસ રજિસ્ટ્રેન્શનને કંપની રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં જોડવાથી દેશમાં બિઝનેસ શરૂ કરવાની પ્રક્રિયા ખુબ સરળ થશે. આનાથી બિઝનેસ શરૂ કરવામાં લાગનાર સમયમાં ઘટાડો થશે. ખુબ પ્રોત્સાહનજનક પગલું છે. આનાથી દેશમાં કંપની શરૂ કરવાની દ્રષ્ટિએ તમામ ટેક્સ રેગ્યુલેટરી શરતોને પૂર્ણ કરવામાં લાગનાર સમયમાં ઘટાડો થશે.

(8:00 pm IST)