મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

બ્રિટનની સંસદમાં Brexitને મંજૂરી મળી, ૩૧ જાન્યુઆરીએ EUથી અલગ થઈ જશે દેશ

બ્રિટનની સંસદ હાઉસ ઓફ કોમન્સે ઈયૂથઈ બહાર નિકળવાના પીએમ બોરિસ જોનસનની ડીલને ગુરુવારે મંજૂરી આપી દીધી છે

લંડન, તા.૧૦: ૩૧મી જાન્યુઆરીએ બ્રિટેન યૂરોપિયન યૂનિયનથી અલગ થઈ જશે અને તેની સાથે જ પાછલા ચાર વર્ષોથી ચાલી રહેલી બ્રેકિઝટની દલીલો પર પણ પણ બ્રેક લાગી જશે. બ્રિટનની સંસદ હાઉસ ઓફ કોમન્સે ઈયૂથઈ બહાર નિકળવાના પીએમ બોરિસ જોનસનની ડીલને ગુરુવારે મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીના પક્ષમાં ૩૩૦ વોટ જયારે વિરોધમાં ૨૩૧ વોટ પડ્યા. આ વોટ્સની સાથે જ હવે બ્રિટનનો ઈયૂથી નિકળવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.

હજી 'ઇયૂ-યૂકે વિથડ્રોવલ એગ્રીમેન્ટ બિલ'ને બ્રિટનની ઉપલી સંસદ હાઉસ ઓફ લોર્ડ્સ અને યૂરોપીય સંસદ તરફથી મંજૂરી મળવી પણ જરૂરી છે. જો કે આને બસ એક અનૈપચારિકતા માનવામાં આવી રહ્યું છે. બ્રિટન યૂરોપિયન યૂનિયન ૫૦ વર્ષ જૂની પોતાની સભ્યતા ખતમ કરવા તરફ આગળ વધી રહ્યું છે. બ્રેકિઝટ એટલે કે બ્રિટેનનું ઈયૂથી બહાર થઈ જવું છે. વર્ષ ૨૦૧૬માં  બ્રેકિઝટ પર જનમત સંગ્રહ થયો હતો. જેમાં ૫૨ ટકા લોકોએ બ્રિટનને યૂરોપીયન યૂનિયનથી બહાર કાઢવાની વાતને સમર્થન કર્યું હતું. જયારે ૪૮ ટકા લોકો બ્રેકિઝટના વિરોધમાં હતા. આ જનમત સંગ્રહના કારણે તત્કાલીન બ્રિટિશ પીએમ ડેવિડ કેમરુનની ખુરશી પણ ચાલી ગઈ હતી.

વર્ષ ૨૦૦૮માં બ્રિટેન પણ આર્થિક મંદીની ચપેટમાં આવી ગયું હતું. મોંદ્યવારી અને બેરોજગારીથી પરેશાન જનતા માંગ કરવા લાગી હતી કે બ્રિટેનને ઈયૂથી અલગ થઈ જવું જોઈએ. આ માંગ પાછળ તર્ક હતો કે બ્રિટેને દર વર્ષે ઈયૂના બજેટ માટે ૯ અબજ ડોલર આપવાના હોય છે. આ ઉપરાંત ફ્રી વીજા પોલિસીને કારણએ પણ બ્રિટેનને નુકસાન થઈ રહ્યું છે. ઈયૂથી અલગ થવાની માંગ કરનાર લોકોનું માનવું હતું કે ઈયૂએ બ્રિટેનની મંદીને દૂર કરવા માટે કંઈ ખાસ કર્યું નથી જયારે બ્રિટેને હંમેશા ઈયૂ માટે ઘણુંબધું કર્યું છે. હાલમાં જ બ્રિટેનમાં ચૂંટણી થઈ અને પીએમ બોરિસ જોનસનની કન્ઝર્વેટિવ પાર્ટી માટે બ્રેકિઝટ સૌથી મોટો મુદ્દો હતો.

(4:00 pm IST)