મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

૨૦૧૮-૧૯ની આવક રૂ. ૨૪૧૦ કરોડ

ભાજપ ઉપર ધનવર્ષાઃ ૧ વર્ષમાં બમણી થઇ આવક

૨૦૧૭-૧૮માં આવક હતી રૂ.૧૦૨૭ કરોડઃ ૧ વર્ષમાં ૧૩૪% નો વધારોઃ કોંગ્રેસની આવક પણ ચાર ગણી વધીને થઇ રૂ.૯૧૮ કરોડઃ આગલા વર્ષ હતી રૂ.૧૯૯ કરોડ

નવી દિલ્હી,તા.૧૦: બીજેપીની કુલ આવક વર્ષે ૨૦૧૮-૧૯માં ૨૪૧૦ કરોડથી વધુ રી પક્ષે ૨૦૧૭-૧૮માં તેમની આવક ૧,૦૨ કરોડ રૂપિયા દેખાડી હતી. તે દ્રષ્ટિએ જોઇએ તો એક વર્ષમાં બીજેપીની આવકમાં ૧૩૪ ટકાથી વધુનો વધારો થયો છે. તેમાંથી ૧૪૫૦ કરોડ અર્થાત અંદાજ ૬૦ ટકા ઇલેકટોરલ બોન્ડસથી પ્રાપ્ત થઇ છે. ૨૦૧૦-૧૮માં પક્ષને ઇલેકટોરલ બોન્ડસથી માત્ર ૨૧૦ રૂપિયાની આવક થઇ હતી. દેશની મુખ્ય વિપક્ષી દળ પણ આ મામલે પાછળ નથી. કોંગ્રેસની એક વર્ષમાં ૧૯૯ કરોડ રૂપિયાથી વધીને ૯૧૮ કરોડ રૂપિયા થયા છે. બીજા શબ્દોમાં કહીએ તો ચાર ગણાથી વધુ વધારો થયો છે.

કેન્દ્રમાં સતારૂઢ પક્ષ બીજેપીએ ચુંટણી પંચને આપેલો તેમના વાર્ષિક ઓડિટ રીપોર્ટમાં આ ઘોષણ કરી છે. પક્ષે તેમના ખર્ચના પણ હિસાબ-કિતાબ આપી દિધો છે. પક્ષે જણાવ્યું કે ૨૦૧૭-૧૮માં તેમનો ખર્ચ ૭૫૮ કરોડ રૂપિયા હતો. તેમાં ૫૬૭ કરોડ ચુંટણી અને પ્રચાર પર ખર્ચ કર્યા હતો બીજી બાજુ ૨૦૧૮-૧૯માં આ ખર્ચ ૩૨ ટકા વધીને ૧,૦૦૫ કરોડ થયું છે. જેમાં ૭૯૨.૪ કરોડ રૂ. ચુંટણી અને પ્રચાર પર ખર્ચ કરવામાં આવ્યા.

કોંગ્રેસને ૨૦૧૭-૧૮માં ઇલેકટોરલ બોન્ડસથી જ્યાં ફકત ૫ કરોડ મળ્યા હતા. બીજી બાજુ ૨૦૧૮-૧૯માં ૩૮૩ કરોડ રૂપિયા મળ્યા. કોંગ્રેસ પણ ચુંટણી પંચને તેમના ખર્ચનો હિસાબ આપ્યો છે. કોંગ્રેસ તેમના ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું કે ૨૦૧૮-૧૯માં તેનો કુલ ખર્ચ ૪૭૦ કરોડ રૂપિયા થયો.

(3:59 pm IST)