મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

ભારે પવનને કારણે તીડો ફરીથી ઘૂસ્યા પાકિસ્તાનમાં

થારના રણમાં તીડની ત્રણ પેઢીઓઃ અબજોની સંખ્યામાં દળ બનાવીને કરે છે હુમલો

જોધપુરઃ સાત મહિના પહેલા તીડ થરના રણમાં  પહોચ્યા પછી  અત્યાર સુધીમાં પ્રજાજન દ્વારા  તે પોતાની ત્રણ પેઢી બનાવી  ચુકયા છે. એટલે કે દાદા, પિતા અને પુત્ર ત્રણે એક જ દળમાં અબજોની સંખ્યામાં ભેગા  થઇને  ખેતરો પર હુમલાઓ કરી રહ્યા છે જેના કારણે ખેતરોના ખેતરો નષ્ટ થઇ રહ્યા છે.  છેલ્લા એક પખવાડીયામાં અસંખ્ય તીડોએ  બાડમેર, જેસલમેર , જાલૌર, બીકાનેરમાં હુમલો કર્યો છે. સંયુકત રાષ્ટ્રના ખાદ્ય  અને કૃષિ સંગઠન (એફઆરઓ) તરફથી બહાર પડાયેલ તાજા બુલેટીન અનુસાર સોમાલીયા અને ઈથીયોપીયા પછી ભારતની  પરિસ્થિતી  બહુ ભયજનક છે.

એફઆરઓ તરફથી બહાર પડાયેલ નકશામાં પશ્ચિમી રાજસ્થાનમાં આખુ લાલ દેખાઇ રહ્યુ છે.  યુનોએ  આને ૨૫ વર્ષ પછી નું સૌથી મોટુ તીડ આક્રમણ  ગણાવ્યુ છે.  આમ તો  આમ તો  તીડોને પાકિસ્તાન, ઈરાન સહિત મધ્યપૂર્વના  દેશો તરફ પાછા ફરવાનો સમય  થઇ ગયો છે. પણ હવાની બદલાયેલી દિશા અને પાકિસ્તાન તેના નિયંત્રણમાં નિષ્ફળ જવાના  કારણે ભારતમાં  મોટી સંખ્યામાં તીડોના કટક હજુ પણ છે.

તીડ ચેતવણી સંગઠન, જોધપુરના ડેપ્યુટી ડાયરેકટર  ડોકટર કે એન ગુર્જરે કહ્યુ કે  અમે આજ  અને ગઇ કાલે તીડો પર ઘણુ નિયંત્રણ મેળવી લીધુ છે. જો નવુ દળ નહી આવે તો આ અઠવાડીયામાં તીડોનો સફાયો થઇ જશે.

આ તીડોનો અત્યાર સુધીનો  સૌથી મોટો હુમલો છે.

(3:56 pm IST)