મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

બજેટમાં વિમાના ક્ષેત્રમાં હવે એફડીઆઇ મર્યાદા વધી શકે

આર્થિક સુસ્તી વચ્ચે મર્યાદા ૭૪ ટકા થઇ શકે છે : જીવન વિમાની સાથે લોકોને ખુબ આશા રહેલ છે

નવી દિલ્હી,તા. ૧૦: અર્થવ્યવસ્થામાં આવેલી આર્થિક સુસ્તીની વચ્ચે બજેટમાં કેટલાક મોટા એલાન થવાની શક્યતા છે. જીવન વિમા જગત સાથે જોડાયેલા લોકો બજેટને લઇને ખુબ આશાવાદી છે. ઇન્ડસ્ટ્રીઝ નિષ્ણાંતો વિમા સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં ઉપરની મર્યાદાને વધારી દેવા માટેની માંગ કરી રહ્યા છે. સાથે સાથે આવી આશા પણ રાખી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝના જાણકાર લોકો માની રહ્યા છે કે આને વધારીને ૭૪ ટકા કરવામાં આવી શકે છે. પ્રોબસ ઇન્સ્યોરન્સના બ્રોકરના ડિરેક્ટર રાકેશ ગોયલે કહ્યુ છેકે આવનાર બજેટમાં એફડીઆઇ મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. કાણ કે વિમા સેક્ટરમાં એફડીઆઇમાં રાહત વર્ષ ૨૦૧૫માં આપવામાં આવી હતી.એ વખતે મર્યાદા વધારીને ૪૯ ટકા કરવામાં આવી હતી. એ વખતે મર્યાદાને વધારીને ૪૯ ટકા કરતા વિમા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને રાહત થઇ હતી. પહેલા આ મર્યાદા ૨૬ ટકા હતી. હવે ૪૯ ટકા છે. નિષ્ણાંતો માની રહ્યાછે કે મર્યાદા હવે વધારીને ૭૪ ટકા કરવામાં આવી શકે છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પર બજેટ સામાન્ય લોકોના હિતમા બનાવવા માટે વ્યાપક દબાણ છે. કારણ કે આર્થિક સુસ્તી પ્રવર્તી રહી છે. આવી સ્થિતીમાં સામાન્ય લોકોને મોંઘવારીમાં રાહત મળે તે જરૂરી છે. બજેટને લઇને સામાન્ય લોકોને ખુબ આશા રહેલી છે. વિમા સેક્ટર સાથે જોડાયેલા પ્રતિનિધીઓ દ્વારા પણ વાતચીત કરવામાં આવ્યા બાદ પોતાની માંગણી નાણાંપ્રધાન સુધી પહોંચાડી દેવામાં આવી છે. મધ્યમ વર્ગને રાહત આપવામાં આવે તેવી માંગ સૌથી પ્રબળ દેખાઇ રહી છે. નાણાં પ્રધાન જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધીઓ સાથે વાતચીત કરી રહ્યાછે.

(3:45 pm IST)