મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

કાલાહાંડીની છત્તર જાત્રામાં પશુ બલી માટે જીલ્લા અધિકારી- પોલીસ અધિક્ષક જવાબદાર

ઓડીશા હાઈકોર્ટની પશુબલી ઉપર રોકના આદેશનો અમલ ન કરાવી શકનાર તંત્રને ફટકાર

ભુવનેશ્વરઃ ઓડીશાના કાલાહાંડીમાં છત્તર જાત્રામાં પશુબલી ઉપર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. છત્તર જાત્રા આદીવાસીઓનું પર્વ છે, જેમાં મોટી સંખ્યામાં પશુબલી આપવામાં આવે છે. આ અંગે પહેલા જ રોક લગાવેલ પણ જીલ્લા તંત્ર તે અંગે અમલ કરાવી શકયુ ન હતુ. જે માટે ઓડીશા હાઈકોર્ટે તંત્રને ફટકાર પણ લગાડી હતી. હાઈકોર્ટે હવે જણાવેલ કે કલેકટર અને પોલીસ અધીક્ષક પશુબલી માટે સીધા જવાબદાર રહેશે.

(3:45 pm IST)