મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

પાક વીમા સ્કીમમાં ફાળવણી વધે તેવા એંધાણ

ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઇને પગલા લેવાશે : પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામા઼ આવનારા બજેટ પર બધાની નજર રહેશે : ખેડૂતની હાલત હાલ ખુબ કફોડી

નવી દિલ્હી,તા. ૧૨: લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવી લીધા બાદ દેશના સામાન્ય લોકો, શેરબજાર અને ઉદ્યોગજગતના લોકોની અપેક્ષા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેનુ બીજુ બજેટ રજૂ કરવા જઇ રહી છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટ પર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બજેટમાં ક્યા ક્ષેત્રને શુ મળી શકે છે તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. હાલમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન બજેટને લઇને તૈયારીમાં વ્યસ્ત છે. જુદા જુદા ક્ષેત્રના પ્રતિનિધીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.  કેન્દ્રિય નાણાં પ્રધાન લોકલક્ષી બજેટ રજૂ કરવા માટેની તમામ તૈયારી કરી રહ્યા છે.  મળેલી માહિતી મુજબ સરકાર બજેટ મારફતે  પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની  ફાળવણીમાં વધારો કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં લોંચ કરવામાં આવેલી અપગ્રેડેડ પાક વીમા સ્કીમ હેઠળ ખેડુતોને ખુબ ઓછુ પ્રિમિયમ ચુકવવુ પડે છે. સાથે સાથે પાકના નુકસાન બદલ ફુલ ક્લેઇમ મળે છે. સુત્રોના કહેવા મુજબ આ સ્કીમ માટેની ફાળવણીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે. આ ફ્લેગશીપ સ્કીમ માટે આગામી નાણાંકીય વર્ષ માટે બજેટમાં જંગી ફાળવણીની માંગ કરવામાં આવી ચુકી છે. જો કે મંત્રાલય સ્કીમના મહત્વને ધ્યાનમાં લઇને નાણાં મંત્રાલય પાસેથી વધારે ફંડ મેળવે તેવી શક્યતા દેખાઇ રહી છે. પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં સામેલ રહેલવા ખેડુતોની સંખ્યા ઘટી રહી છે ત્યારે આને લઇને કેટલાક પગલા લેવામાં આવી શકે.

ખેડૂતોને મોટી રાહત

*           પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની  ફાળવણી બજેટમાં વધારી દેવામાં આવે તેવી શક્યતા

*           વીમા માટે નક્કી કરવામાં આવેલી રકમમાં આશરે ૫-૭ ટકાનો વધારો થઇ શકે છે

*           હાલમાં દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ખેડુતોને ભારે નુકસાન થયુ છે. સાથે સાથે ખેડુતોને તિડના કારણે પણ કેટલાક વિસ્તારોમાં નુકસાન થયુ છે. જેથી ખેડુતોને રાહત આપવા નવા પગલા જાહેર થઇ શકે છે

*           ખેડુતોની આવક બે ગણી કરવાની દિશામાં કેટલીક નવી પહેલ કરવામાં આવી શકે છે

*           પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં સામેલ રહેલા ખેડુતોની સંખ્યા ઘટી રહી છે

(3:43 pm IST)