મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

વતન ગુજરાતમાં વેચી મારવા 'સૈન્ય'ના કમાન્ડોએ ઈન્સાસ રાયફલો - દારૂગોળાની ચોરી કરી : સનસનાટી

નવી દિલ્હી : રાજસ્થાનના  સુરતગઢ  ખાતે  આવેલ સેનાની રેજીમેન્ટમાંથી ઈન્સાસ રાઈફલો અને  ૧પ૦૦  રાઉન્ડ  દારૂગોળાની  ચોરી અંગે  સેનાની  કોર્ટ  ઓફ  ઈન્કવાયરીએ ભારે  ચૂકનો  કમાન્ડ  યુનીટી  પર દોષારોપણ કર્યું છે. તપાસ કરનાર કર્નલે શોધી કાઢ્યું કે યુનિટના જવાને ચોરી કરી હતી.  જેનો  હેતુ  તેના  વતન  ગુજરાતમાં રાઈફલો અને દારૂગોળા વેચવાનો હતો.

તપાસકર્મીઓએ  આ  માટે  સમગ્ર  કમાન્ડ સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. તે માટે રીસલદાર, મેજર સહિતના અધિકારીઓની ગંભીર  ચૂક  સામે  આવી છે. તપાસમાં રેજીમેન્ટમાં  ઘણી બધી ક્ષતીઓ જોવા  મળી. જે સેનાના સૂચનો અને હુકમોની  અવગણના  હતી. 

એક અંગ્રેજી અખબારે અગાઉ  આપેલા અહેવાલ મુજબ ગયા વર્ષે  યુનિટમંથી રાઈફલોની  ચોરીનો  કેસ  સામે  આવ્યો હતો. બે રાઈફલો અને  ચાર ઈન્સાસ મેગેઝીન્સ  તેમજ ૧પ૦૦ રાઉન્ડ દારૂગોળાની એક જવાને ચોરી કરી હતી. તે માટે દરેક સ્તરના સૈન્ય અધિકારીઓની ક્ષતિઓ અને ખામીઓ સામે આવી હતી. ચોરીનો  આરોપી  જવાન  સોશિયલ મીડિયા  પર  સક્રિય  હતો  તેની પણ તપાસની  માગણી  કરાઈ  છે.  જેમાં સેના દ્વારા પ્રતિબંધ મૂકાયેલા  એપ્લિકેશનો જવાબ  ઉપયોગ  કરતો  હતો. 

અગાઉ ર૦૧૯ ડિસેમ્બરમાં રાઈફલ  ચોરીની ઘટના બની હતી. જ્યાં શીખ જવાને તેનો સાથીઓની મદદથી બે ઈન્સાસ રાઈફલની ચોરી કરી હતી. જે પંચકૂવા ખાતે આર્મી એજ્યુકેશન કોપર્સ સેન્ટર ખાતેથી  થઈ હતી. આરોપી જવાનને પંજાબના હોશિયારપુરથી ઝડપી લેવાયો હતો.

(1:00 pm IST)