મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

યુ.એસ.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ( USIBC ) માં 2020 ની સાલ માટે નવા 4 હોદેદારોની નિમણુંક

વોશિંગટન : યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સના યુ.એસ.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ( USIBC ) માં 2020 ની સાલ માટે નવા 4  હોદેદારોની નિમણુંક કરાઈ છે.જેમાં  શ્રી શેખર ઐયર ,શ્રી રાજન નાવાની ,સુશ્રી મલ્લિકા શ્રીનિવાસન ,તથા શ્રી ડેવિડ ટાગીફ્ટનો સમાવેશ કરાયો છે.જેઓને 35 મેમ્બર્સના બનેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન અપાયું છે.

USIBC પ્રેસિડન્ટ સુશ્રી નિશા બિસ્વાલએ જણાવ્યું હતું કે આ ચારે ઉદ્યોગપતિઓ તથા વ્યવસાયિકોના અનુભવોનો બોર્ડને લાભ મળશે  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)