મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

દુશ્મનનું ફાઇટર પ્લેન સમજી ઈરાને ૧૭૬ પેસેન્જરવાળા પ્લેનને તોડી પાડયું?

દુર્દ્યટનાને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે

તેહરીન, તા.૧૦: બુધવારની સવારે તેહરાન એરપોર્ટ પર યૂક્રેનનું એક પ્લેન ક્રેશ થઈ ગયું. આ દુર્દ્યટનામાં તમામ ૧૭૬ પેસેન્જરોના મોત થયા છે. ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે, ટેકનીકલ ખામીના કારણે ટેક ઓફ કરતાં જ પ્લેન ક્રેશ થઈ ગયું. પરંતુ આ દુર્દ્યટનાને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને ભૂલથી આ પ્લેન પર મિસાઇલ છોડી દીધી. જોકે, ઈરાને આવી અફવાઓને પાયાથી ફગાવી દીધી છે. પરંતુ આ દુર્દ્યટનાનું જે કારણ જણાવવામાં આવ્યું વે તે કોઈના ગળે ઉતરતું નથી. કેમ આ દુર્દ્યટનાને સંદેહની નજરે જોવામાં આવી રહી છે?

બોઇંગ ૭૩૭-૮૦૦એ  તેહરાન એરપોર્ટથી સવારે ૩.૧૩ મિનિટે ઉડાન ભરી હતી. પરંતુ ૨-૩ મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થઈ ગયું. દુર્દ્યટના બાદ ઈરાનની સ્ટૂડેંટ્સ ન્યૂઝ એજન્સીએ એક વીડિયો ટ્વિટ કર્યો. તેમાં જોઈ શકાય છે કે દુર્દ્યટના બાદ આગની જવાળાઓ નીચેની તરફ આવવા લાગી. નોંધનીય છે કે, આ દુર્દ્યટના ઈરાકમાં અમેરિકન એરબેઝ પર મિસાઇલ હુમલા બાદ થઈ હતી. એવામાં આ દુર્દ્યટનાને લઈ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

દુર્દ્યટના કેવી રીતે થઈ તેના વિશે હાલ સ્પષ્ટપણે કંઈ કહી નથી શકાતું. પરંતુ એક એવિએશન એકસપર્ટ પીટર ગોલ્જેએ ન્યૂયોર્ક ટાઇમ્સમાં દાવો કર્યો કે શકય છે કે ફલાઇટ પર હુમલો કરવામાં આવ્યો હોય. તેમનું કહેવું છે કે જયારે તપાસ ટીમ પોતાનું કામ શરૂ કરશે તે પછી તેઓ હુમલાના એન્ગલથી પ્રારંભિક તપાસ કરશે.

યૂક્રેન અને ઈરાને શું કહ્યું?દુર્દ્યટનાના તરત બાદ બંને દેશોએ અલગ-અલગ નિવેદન આપ્યા. ઈરાનના એક મંત્રી કાસિમ બિનિયાજે કહ્યું કે એન્જિનમાં આગ લાગી ગઈ અને પાયલટે નિયંત્રણ ગુમાવી દીધું. બીજી તરફ, તેહરાનમાં યૂક્રેનની એમ્બેસીએ કોઈ પણ આતંકી કે રોકેટ હુમલાનો ઇન્કાર કર્યો. બાદમાં કહ્યું કે હાલમાં કંઈ પણ કહેવું મુશ્કેલ છે કે આ દુર્દ્યટના કેવી રીતે થઈ.

બ્લેક બોકસથી દુર્દ્યટનાના કારણો જાણી શકાય છે. પરંતુ ઈરાને હાલ બ્લેક બોકસ આપવાનો ઇન્કાર કરી દીધો છે. ઈરાને કહ્યું કે તેઓ અમેરિકાની કંપનીને બ્લેક બોકસ નહીં મોકલે. એવામાં ઈરાનના આ નિવેદનને આશંકાની નજરે જોવામાં આવી રહી છે.

જયાં સુધી બોઇંગ ૭૩૭-૮૦૦ પ્લેનેનો સવાલ છે તો તેને ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે. સેફટી મામલામાં તેનો દ્યણો સારો રેકોર્ડ છે. આ પ્લેનનું નિર્માણ વર્ષ ૨૦૧૬માં કરવામાં આવ્યું હતું.  સોમવારે તેનું શિડ્યૂલ મેન્ટેનન્સ પણ થયું હતું. આ દરમિયાન યૂક્રેન એરલાઇન્સે દાવો કર્યો છે કે કોઈ ભૂલના કારણે આ દુર્દ્યટના નથી નથી. ફલાઇટના બંને પાયલોટોને ૧૧ હજાર કલાકથી વધુનો અનુભવ હતો. જેથી દુર્દ્યટનાને લઈને હુમલાની પણ શંકા વ્યકત કરવામાં આવી રહી છે.

(11:30 am IST)