મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

રવિ શાસ્ત્રીએ કર્યું નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન : કહ્યું ભારતીયોએ સંયમની સાથે આ વિશે વિચારવું જોઈએ

અલગ-અલગ જાતિ, અલગ ધર્મ. જરા વિચારો ભારતીય. સરકારે આ વિશે જરૂર વિચાર્યું હશે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરતા કહ્યું હતું કે ભારતીય નાગરિકોએ સંયમની સાથે આ વિશે વિચાર કરવો જોઈએ.

  શાસ્ત્રીએ એક ખાનગી ટીવી ચેનલને પુણેમાં આવેલા ઇન્ટરવ્યૂમાં ગુરૂવારે કહ્યું, 'હું ભારત માટે ત્યારથી રમી રહ્યો છું, જ્યારે 18 વર્ષનો હતો. મારી ટીમમાં દરેક પ્રકારના લોકો હતા, અલગ-અલગ જાતિ, અલગ ધર્મ. જરા વિચારો ભારતીય. સરકારે આ વિશે જરૂર વિચાર્યું હશે.'

  તેમણે કહ્યું, 'હવે તેને લાગૂ કરવાનો વારો છે, જ્યારે સરકારને થોડો ફેરફાર કરવાની જરૂર છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કેટલાક લોકોને ડર લાગી રહ્યો છે કે, તેનાથી તેમને ભારતીય અને બિન-ભારતીય બનાવી દેવામાં આવશે, તો તોમણે કહ્યું, 'મેં ઉંડાણથી તેનો અભ્યાસ કર્યો નથી, પરંતુ તે કહી રહ્યો છું જે મને લાગે છે. ભારતીયોએ સંયમની સાથે વિચારવું જોઈએ, દરેક માટે ફાયદો છે.'

રવિ શાસ્ત્રીનો ઈશારો, આ મોટી ટૂર્નામેન્ટથી ટીમમાં વાપસી કરશે ધોની  

પૂર્વ ભારતીય ક્રિકેટર શાસ્ત્રીએ પાછલા વર્ષે સોશિયલ મીડિયા પર એક વીડિઓ શેર કર્યો હતો, જેમાં તેણે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ચલાવવામાં આવી રહેલી 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ' અને 'સ્વચ્છ ભારત અભિયાન'માં સામેલ થવાનું કહી રહ્યાં હતા. 

મહત્વનું છે કે છેલ્લા એક મહિના દરમિયાન સીએએને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા છે, ત્યારબાદ હિંસક પ્રદર્શનોમાં સામેલ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

(12:00 am IST)