મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ હટયા પછી કાશ્મીરની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરવા શ્રીનગર પહોંચ્યા ૧૬ દેશોના રાજનયિક

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો પરત લીધા પછી ભારતમા અમેરિકાના રાજદૂત કેનેથ આઇ જસ્ટર સહિત ૧૬ દેશોના રાજનયિક હાલની સ્થિતિનું નિરીક્ષણ કરવા શ્રીનગર પહોંચ્યા. અધિકારીઓએ બતાવ્યું કે દિલ્લીમાં રહેવાવાળા આ રાજનયિક વિશેષ વિમાનમાં શ્રીનગરના તકનીકી હવાઇ મથક પર પહોંચ્યા જયાં નવગઠિત કેન્દ્રશાસિત પ્રદેશોના ટોચના અધિકારીઓએ એમનું સ્વાગત કર્યુ.

તેઓ આજના દિવસમાં નવગઠિત કેન્દ્ર શાસિત પ્રદેશની શીતકાલિન રાજધાની જમ્મુ જશે અને ત્યાં રાત રોકાશે એમણે બતાવ્યું કે આ રાજનયિક ઉપરાજયપાલ જી.સી. મૂર્મૂ અને નાગરિક સમૂહના સદસ્યો સાથે મુલાકાત કરશે. રાજનયિકોનું આ પ્રતિનિધિમંડળમાં અમેરિકા ઉપરાંત બાંગ્લાદેશ, વિયેટનામ, નોર્વે, માલદીવ, દક્ષિણ કોરિયા, મોરોકકો અને નાઇજીરીયાના રાજનયિક પણ સામેલ છે.

અધિકારીઓએ બુધવારના બતાવ્યું કે બ્રાઝિલના રાજનયિક આંદ્રે એ કોરિએ ડો લોકોનો પણ જમ્મુ કાશ્મીર મુલાકાત કરવાનો કાર્યક્રમ હતો પણ એમણે અહીં પોતાના પૂર્વ નિર્ધારીત કાર્યક્રમને લઇ ન આવવાનો નિર્ણય કર્યો. એવું માનવામાં આવે છે કે યુરોપિય સંઘના દેશોના પ્રતિનિધીઓએ પણ અન્ય તારીખ પર કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતની વાત કરી છે.

(12:00 am IST)