મુખ્ય સમાચાર
News of Thursday, 10th January 2019

પેટ્રોલ - ડિઝલ ફરી મોંઘા: પેટ્રોલમાં ૩૭ પૈસા તો ડિઝલમાં ૩૧ પૈસા વધ્યા

નવી દિલ્હી તા. ૧૦ : ૨૦ દિવસની રાહત બાદ પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા ૩ દિવસથી ફરી ભાવ વધારો શરૂ થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં ૩૭ પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. જયારે ડીઝલની કિંમતમાં આજે ૩૧ પૈસાનો વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ ૬૬.૪૦ રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જયારે ડીઝલ ૬૫.૩૪ રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો ચેન્નઈના તમિલનાડુમાં આજે પેટ્રોલની કિંમતમાં ૪૦ પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે જયારે ડીઝલ ૩૧ પૈસા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ તમિલનાડુમાં પેટ્રોલ આજે ૭૧.૪૭ રૂપિયા પ્રતિ લીટર જયારે ડીઝલ ૬૬.૦૧ રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.(૨૧.૧૫)

(11:23 am IST)