મુખ્ય સમાચાર
News of Wednesday, 10th January 2018

ખરેખર ગુરૂત્વાકર્ષણનો સિધ્ધાંત ન્યૂટને નહીં બ્રહ્મગુપ્તે આપ્યો હતો?

રાજસ્થાનના શિક્ષણ મંત્રીનો દાવો

જયપુર તા. ૧૦ :  રાજસ્થાનના શિક્ષણ મંત્રી વાસુદેવ દેવનાનીએ મંગળવારના રોજ કહ્યુ હતું કે ગુરુત્વાકર્ષણનો સિદ્ઘાંત ન્યૂટને નહીં પરંતુ ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્તે આપ્યો હતો. ઘણાં લોકો તેમની વાત સાથે સહમત નથી પરંતુ અમુક ઈતિહાસકારો એવા છે જે તેમના સાથે સહમત છે.

અમુક ઈતિહાસકારોનું માનવુ છે કે, તે સમયના સિક્કા, હસ્તલિપિઓ અને પુસ્તકો પરથી ખબર પડે છે કે દેવનાનીનો દાવો સાવ પાયાવિહોણો નથી. રાજસ્થાન વિશ્વવિદ્યાલયના ઈતિહાસ વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કે.જી.શર્માએ બ્રહ્મગુપ્તના પુસ્તક 'બ્રહ્મસ્ફુટસિદ્ઘાંત'ના એક શ્લોકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, 'કોઈ વસ્તુ ધરતી તરફ નીચે પડે છે કારણકે ધરતીની પ્રકૃત્ત્િ। છે કે તે વસ્તુઓને આકર્ષિત કરે છે. જેવી રીતે વહેવું એ પાણીની પ્રવૃત્ત્િ। છે.' આ પરથી બ્રહ્મગુપ્તની ગુરુત્વાકર્ષણની સમજ વિષે ખબર પડે છે. ભાસ્કર બીજાએ પોતાના પુસ્તક સૂર્ય સિદ્ઘાંતમાં આ વિષે વિસ્તારમાં જણાવ્યું છે.

શર્માએ જણાવ્યું કે, અરબમાં ખગોળશાસ્ત્ર મોટા પ્રમાણમાં બ્રહ્મગુપ્તના પુસ્તકો પર આધારિત છે. ઈસ્લામિક ખલીફ-અલ-મન્સૂરે બ્રહ્મગુપ્તના પુસ્તકોનો અનુવાદ કર્યો હતો. આ જ યૂનિવર્સિટીના સંગ્રહાલય અને પુરાતત્વ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ ઝફરુલ્લાહ ખાને કહ્યું કે, અનેક હસ્તલિપિઓ પરથી ખબર પડે છે કે બ્રહ્મગુપ્તે આ ક્ષેત્રમાં શોધ કરી હતી.

આવો દાવો કરનારા દેવનાનીએ પણ લોકોને અપીલ કરી છે કે, લોકોને લાગે છે કે મેં આ વાત ઉપજાવી કાઢેલી છે. હું મારા નિવેદન પર કંઈ નહી કહ્યું. પરંતુ મારા દાવા પર અવિશ્વાસ વ્યકત કરનારા લોકોને અપીલ કરીશ કે તે પહેલા બ્રહ્મગુપ્તના પુસ્તકો વાંચે.

(4:01 pm IST)