મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

ભારતીયોએ યુએસમાં ગ્રીન કાર્ડ માટે રાહ નહીં જોવી પડી

વ્હાઇટ હાઉસનું ગ્રીન કાર્ડ ક્વોટા સમાપ્ત કરવાને સમર્થન : હજારો ઇમિગ્રન્ટ્સને ત્યાંની નાગરિકતા મળી શકે તેમ છે

વોશિંગ્ટન, તા.૯ : વ્હાઇટ હાઉસે ગ્રીન કાર્ડ ક્વોટા સમાપ્ત કરવાના બિલ પર સંસદમાં  સમર્થન આપ્યું છે. જો અમેરિકા આ દેશનો ક્વોટા હટાવે તો ભારતીયો સહિત હજારો ઇમિગ્રન્ટ્સને ત્યાંની નાગરિકતા મળી શકે તેમ છે. ખાસ કરીને ભારતીય આઇટી પ્રોફેશનલ્સ, જેઓ ત્યાં વ્યાપકપણે કામ કરે છે, તેમને બહુ મોટો ફાયદો થઇ શકે છે.  ગ્રીન કાર્ડ મેળવવા માટે ભારતીયોને સરેરાશ નવ વર્ષ રાહ જોવી પડે છે.

આ કાયદાનો હેતુ અમેરિકન એમ્પ્લોયરોને તેમના જન્મસ્થળના આધારે નહીં પણ યોગ્યતાના આધારે લોકોને નોકરી પર રાખવાની મંજૂરી આપવાનો છે. બિલ પસાર થવાથી ભારતીય-અમેરિકનો સહિત હજારો ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે. આ અઠવાડિયે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 'ઈક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડ્સ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ (ઈએજીએલ) એક્ટ-૨૦૨૨' બિલ પર મતદાન થવાનું છે.

ઈએજીએલ બિલ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ પર દરેક દેશ માટે મહત્તમ સમય મર્યાદાને દૂર કરશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર ઇમિગ્રન્ટ વિઝા સિસ્ટમમાં સુધારા અને ઇમિગ્રન્ટ વિઝા બેકલોગની કઠોર અસરોને ઘટાડવાના પ્રયાસોને સમર્થન આપે છે.

કાયમી નિવાસી કાર્ડ તરીકે સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત, યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશના પુરાવા તરીકે ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આનાથી તેમને યુએસમાં કાયમી રહેવાનો વિશેષાધિકાર મળે છે.

વર્તમાન ઈમિગ્રેશન સિસ્ટમનો સૌથી મોટો ફટકો એવા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ છે જેઓ અત્યંત કુશળ છે અને ઁ-૧મ્ વર્ક વિઝા પર યુએસ આવે છે. આ બિલ રોજગાર આધારિત સ્થળાંતર વિઝા પર દેશ દીઠ સાત ટકાની મર્યાદાને દૂર કરવા માંગે છે. આ સાથે ફેમિલી સ્પોન્સર્ડ વિઝા પર દેશ દીઠ સાત ટકાની મર્યાદા વધારીને ૧૫ ટકા કરવામાં આવી છે.

(8:13 pm IST)