મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

હિમાચલની જીતથી કોંગ્રેસને મળેલી ‘સંજીવની' ૨૦૨૪માં કામ આવશે

હિમાચલમાં કોંગ્રેસની જીતનું કારણ જુની પેન્‍શન સ્‍કીમ લાગુ કરવાનો વાયદો ગણાય છે

નવી દિલ્‍હી તા. ૯ : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ૪૦ સીટો મળી છે. બીજેપીને ૨૫ પર જીતની સાથે સત્તામાંથી બહાર થવું પડયું છે. ૨૦૧૮ બાદ પ્રથમ મોકો છે, જ્‍યારે કોઇ રાજ્‍યમાં કોંગ્રેસને સત્તા હાથ લાગી છે. પંજાબ, યુપી, ગોવા, મણિપુર, બિહાર સહિત અનેક રાજ્‍યોમાં ખરાબ રીતે હારેલી કોંગ્રેસને પહાડી રાજ્‍યએ એક પ્રકારની સંજીવની આપી છે. હિમાચલમાં કોંગ્રેસની જીતના કારણે જુની પેન્‍શન સ્‍કીમ લાગુ કરવાના તેના વાયદાને પણ માનવામાં આવી રહ્યો છે. જો તેને ચુંટણી પ્રચારમાં કર્યો હતો તે અગાઉ તે છત્તીસગઢ અને રાજસ્‍થાનમાં જુની પેન્‍શન યોજના ચાલુ કરવાનો નિર્ણય લઇ ચુકી છે.

હવે આ મુદ્દા પર હિમાચલની ચુંટણીમાં જીતે તેને સંજીવની આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમનો વાયદો ૨૦૨૪ની સામાન્‍ય ચુંટણીમાં બીજીવાર કરશે પરંતુ તેનાથી ઉંધુ દેશમાં કર્મચારીઓનો એક મોટો વર્ગ છે અને જુની પેન્‍શન સ્‍કીમનો વાયદો તેને લુભાવી શકે છે એટલે કે હવે ભાજપના મુકાબલે કોંગ્રેસ પહેલાની જેમ ખાલી હાથ નથી. તેઓ હવે જુની પેન્‍શન સ્‍કીમ દ્વારા દેશમાં સરકારી કર્મચારીઓના એક મોટા વર્ગને સાધવાની સ્‍થિતિમાં હશે. આ ઉપરાંત નોકરીની તૈયારી કરનાર યુવા પણ તેના આ વાયદા પર સાથ આપી શકે છે.

(3:41 pm IST)