મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

તમિલનાડુથી દિલ્હી લવાયા CDS બિપિન રાવત સહિતના 13 પાર્થિવ દેહ : રાષ્ટ્રપતિ, પીએમ મોદી આપશે શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી :ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈનિકો બુધવારે તમિલનાડુના નીલગિરિસ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. કોઈમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત Mi-સિરીઝના હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી માત્ર એક જ બચે છે. ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તમિલનાડુથી CDS બિપિન રાવત સહિતના 13 પાર્થિવ દેહ દિલ્હી લવાયા છે રાષ્ટ્રપતિ,પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ શ્રદ્ધાંજલિ આપશે

(8:12 pm IST)