મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

મ્યાંમારમાં તાનાશાહીનો કાળોકેરઃ ૫ બાળકો સહિત ૧૧ ગ્રામીણોની હત્યા કરી સળગાવી નાખ્યા

ફેબ્રુઆરીમાં સત્ત્।ાપલટા પછી તે વિસ્તારમાં જુંટાની સેના અને મિલિશિયા વચ્ચે ભયંકર લડાઈ

નવી દિલ્હી,તા. ૯: લોકશાહીના સમર્થકોને બંદૂકના બળે કચડી રહેલી મ્યાંમારની સેનાની તાનાશાહી વધી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ વખતે મ્યાંમારની સેનાએ ગ્રામીણો પર કહેર વર્તાવ્યો છે. મ્યાંમારની સેનાએ ૧૧ ગ્રામીણોની ગોળી મારીને હત્યા કરી દીધી છે અને પુરાવાનો નાશ કરવા માટે શબને આગને હવાલે કરી દીધા હતા.

મ્યાંમારની ઉત્ત્।ર-પશ્ચિમના સગાઈંગ ક્ષેત્રના ડોન તાવ ગામ ખાતે સળગાવાયેલા મૃતદેહોની તસવીરો અને એક વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યાર બાદ આ ઘટના સામે આવી હતી.આ વીડિયો ફુટેજ પુરૂષોને ગોળી મારીને સળગાવ્યા તેના થોડા સમય બાદ લેવામાં આવ્યા હતા. કથિત રીતે કેટલાક પીડિતો એ સમયે પણ જીવીત હતા જયારે વીડિયો લેવાઈ રહ્યો હતો. ગત ૦૧ ફેબ્રુઆરીના રોજ થયેલા સત્ત્।ાપલટા બાદ તે વિસ્તારમાં સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા સ્થાપિત જુંટાની સેના અને મિલિશિયા વચ્ચે ભયંકર લડાઈ જોવા મળી.

સંયુકત રાષ્ટ્રના પ્રવકતા સ્ટીફન દુજારિકે ૧૧ લોકોની ભીષણ હત્યાના રિપોર્ટ પર ગાઢ ચિંતા વ્યકત કરી અને આ પ્રકારની હિંસાની આકરી નિંદા કરતા કહ્યું કે, વિશ્વસનીય રિપોર્ટો દ્વારા મળી રહેલા સંકેત પ્રમાણે માર્યા ગયેલા લોકોમાં ૫ બાળકો પણ સામેલ હતા.૧૧ લોકોના મોત કઈ રીતે થયા તે અંગે સ્વતંત્ર પૃષ્ટિ નથી કરી શકાઈ. દ્યટના સ્થળે હાજર એક વ્યકિતએ આ જાહેર કર્યું છે.

(3:25 pm IST)