મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

કોઈ અન્ય અધિકારીને CDS નો કાર્યભાર મળશે કે થશે નવી નિમણૂંક! : જાણો નિયમ અને જોગવાઈ

રક્ષા મામલા સાથે જોડાયેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિ નક્કી કરશે કે આગામી સીડીએસ કોણ હશે

નવી દિલ્હી :દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના નિધન બાદ સૌથી મહત્વનો સવાલ છે કે હવે દેશના સીડીએસનું પદ કોણ સંભાળશે? શું ફરીથી આ પદના અદિકાર રાષ્ટ્રપતિના સૈન્ય અધિકારોમાં સામેલ થઈ જશે? આવા ઘણા સવાલ છે, જેના જવાબ લોકો જાણવા ઈચ્છે છે. 

તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું જેમાં સીડીએસ બિપિન રાવતનું નિધન થઈ ગયુ છે. હવે દેશના સીડીએસનો કાર્યભાર તેમની સમક્ષ કોઈ પૂર્વ અધિકારી સંભાળશે કે પછી આ પદ પર નવી નિમણૂંક થશે?

સૈન્ય જાણકારો પ્રમાણે આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર કોઈને આપી ન શકાય. આ પદ પર નિમણૂંક કરવામાં આવશે. રક્ષા મામલા સાથે જોડાયેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિ તે નક્કી કરશે કે આગામી સીડીએસ કોણ હશે.

 ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ બનાવવાની ભલામણ 2001માં મંત્રીઓના એક સમૂહે કરી હતી. તે જીઓએમ કારગિલ સમીક્ષા સમિતિ (1999) ના રિપોર્ટનો અભ્યાસ કરી રહ્યું હતું. GoM ની આ ભલામણ બાદ સરકારે વર્ષ 2002માં આ પદ બનાવવા માટે ઇન્ટીગ્રેટિડ ડિફેન્સ સ્ટાફ બનાવ્યો. જે સીડીએસ સચિવાલય તરીકે કાર્ય કરતો હતો. 

 

પછી 10 વર્ષ બાદ 2012માં સીડીએસને લઈને નરેશ ચંદ્ર સમિતિએ સ્ટાફ કમિટીના સ્થાયી અધ્યક્ષની નિમણૂંક કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ માટે ડ્રાફ્ટ તૈયાર કરવાની કવાયત ચાલી રહી હતી. જેને વર્ષ 2014 બાદ એનડીએ સરકારે ઝડપી બનાવી હતી. 

કેન્દ્રની એનડીએ સરકારે વર્ષ 2019માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસનું પદ બનાવી લીધુ. ભારતીય સેનાના પ્રમુખ બિપિન રાવત 30 ડિસેમ્બર 2019ના પ્રથમ સીડીએસ બનાવવામાં આવ્યા. ત્યારથી તેઓ આ પદ પર કાર્યરત હતા. 

સીડીએસ પદ પર તૈનાત અધિકારીનું વેતન અને સુવિધાઓ અન્ય સેના પ્રમુખોના બરાબર રાખવામાં આવી છે. કોઈપણ સેના પ્રમુખને સીડીએસ બનાવવા પર ઉંમર મર્યાદાનો નિયમ વિઘ્ન ન બને, તે માટે સીડીએસ પદ પર રહેનાર અધિકારી વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સુધી કામ કરી શકશે. એટલે કે હવે સેના પ્રમુખ 62 વર્ષની ઉંમર કે 3 વર્ષના કાર્યકાળ સુધી પોતાના પદ પર રહી શકે છે. તે માટે કેન્દ્ર સરકારે સેનાના નિયમ 1954 સૌનેના (અનુસાશન અને વિવિધ જોગવાઈ) વિનિયમ 1964, સેવાની શરતો અને વિવિધ વિનિમય 1963 અને વાયુ સેના વિનિયમ 1964માં સંશોધન કર્યુ છે. 

(12:19 am IST)