મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

ફડણવીસની સાથે બેઠો હતો એનો મતલબ એ નથી કે કંઇક નવું રંધાઇ રહ્યું છે : અજિત પવારની પ્રતિક્રિયા

     મહારાષ્‍ટ્રમાં ગયા મહિને ૪ દિવસ ચાલેલી બીજેપી-એનસીપી સરકારના પડયા પછી મહારાષ્‍ટ્રના પૂર્વ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવાર કોઇ લગ્નમાં પ્રથમ વખત એક સાથે નજરે આવ્‍યા.

     આને લઇ અજિત પવારએ કહ્યું અમે એક સાથે બેઠા હતા એનો મતલબએ નથી કે કાંઇક નવું રંધાઇ રહ્યું છે અમે મોસમ અને વરસાદ પર ચર્ચા કરી. ધારાસભ્‍ય સંજયશિંદેની પુત્રીના લગ્નમાં બંને સામેલ હતા. ચર્ચા લગભગ ર૦ મીનીટ ચાલી હતી.

(11:03 pm IST)