મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

'આહીર રેજીમેન્ટ'ની માંગ રાજયસભામાં ગુંજી

ભાજપના સાંસદ હરનાથસિંહે મુદ્દો ઉઠાવી શુન્યકાળની નોટીસ આપી : શશી થરૂરે પણ નાગરિકતા સંશોધન બિલ પર નિવેદન આપ્યુ : ૨૪૦ સભ્યોના પ્રભાવી ગૃહમાં ભાજપ પાસે૮૩ સાંસદો છે : અન્ય સાંસદોના સમર્થનની પુરી સંભાવના

નવી દિલ્હી તા. ૯ : આહીર રેજીમેન્ટની માંગણી રાજયસભામાં ગુંજી ઉઠી છે. ભાજપના સાંસદ હરનાથસિંહે ભારતીય સેનામાં 'આહીર રેજીમેન્ટ'ની રચના કરવાની માંગણી ઉઠાવી રાજયસભામાં શન્યકાળની નોટીસ આપી હતી.

આ ઉપરાંત રાજયસભામાં તેમના તેમના સિવાય સાંસદ શાંતનુ સેને પણ એક શુન્યકાળની નોટીસ આપી છે. જેમાં તેમણે પશ્ચિમ બંગાળનું નામ બદલીને બંગળ કરવાની માંગણી કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે સંસદના બન્ને સેશન આજે ચર્ચામાં રહ્યા હતા. કેમકે આજે સંંસદમાં નાગરીક સંશોધન વિધેયક પેશ થવાનું હતુ અને નાગરીક સંશોધન વિધેયકને પસાર કરાવવા ભાજપાના રાજય સભાના અંકગણિતને પોતાના પક્ષમાં લેવાની પુરી તૈયારી કરી લીધી છે. આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્ર અને કોંગ્રેસ નેતા શશી થરૂરે નાગરીકતા સંશોધન બિલ પર પોતાનું નિવેદન આપેલુ.

શશી થરૂરે કહેલ કે નાગરિકતા સંશોધન વિધેયક (કૈબ) પસાર થવાનો મતલબ મહાત્મા ગાંધીના વિચારો પર મોહમ્મદ અલી જિન્નાના વિચારોની જીત થશે. આ ઉપરાંત તેમણે જણાવેલ કે ધર્મના આધાર પર નાગરિકતા દેવાથી ભારતનું સ્તર નીચુ જઇને 'પાકિસ્તાન કા હિન્દુત્વ સંસ્કરણ' થઇ જશે.

૨૪૦ સદસ્યોની પ્રભાવી ક્ષમતાવાળા ગૃહમાં ભાજપ પાસે પોતાના ૮૩ સાંસદોની સાથે એન.ડી.એ.ના ૧૦૯ સાંસદ સામેલ હતા. જો કે તેને બીજદ, શીવસેના, ટી.આર.એસ. અને વઆયએસઆરસીપીના ૧૮ સાંસદોનું સમર્થન મળવાની પણ પુરી સંભાવના છે.

વિધેયકમાં જરૂરી બદલાવ કરીને ભાજપાએ પુર્વોતર દળોને પોતાની સાથે ઉભા રાખી દીધા છે. ગયા વખતે વિરોધ કરવાવાળા જદયુ અને બીજદ પણ હવે સમર્થનની વાત કરવા લાગ્યા છે. વિપક્ષી   જુથમાં ગયેલ શિવસેના અને વાયએસઆરપીસી પણ આ પક્ષમાં છે.

(3:57 pm IST)