મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

ઓશોની ભાષા સંગીત જેવી

આમ તો આચાર્ય રજનીશને મેં બહુ નથી વાંચ્યા પણ જેટલા પણ વાંચ્યા અથવા સાંભળ્યા છે તેના પરથી હું નિશ્ચિતપણે કહી શકું છું કે આ શતાબ્દીમાં તેમના જેવો ચિંતક ભાગ્યે જ કોઈ હશે. બીજા દાર્શનિકો સાથે આપણે સરળતાથી સહમત નથી થતાં પણ ઓશોને સરળતાથી સ્વીકારી શકીએ છીએ. તેમની વાતોમાં, વિચારોમાં સચ્ચાઈ છે. આવી સચ્ચાઈ બહુ ઓછા લોકો પાસે હોય છે. મને એમ લાગે છે કે ઓશોને બે જ લોકો સ્વીકારી શકે છે. એક તો જેનું મગજ પરિપકવ હોય તે અને બીજો જેનું મગજ એકદમ કોરૂ હોય અથવા વણશિષ્યો હોય, સત્ય બહુ જ કડવુ હોય છે. દુનિયા જેને પચાવી નથી શકતી એટલે તેને માને તો છે પણ જાહેરમાં સ્વીકાર નથી કરતી. મને લાગે છે કે ઓશોની બરાબર ગણના નથી થઈ.

ઓશોની ભાષા સંગીત જેવી છે જે સીધી દિલમાં ઉતરી જાય છે. વિચારો જયારે બહુ ચોખ્ખા, સશકત અને પારદર્શી હોય ત્યારે આપોઆપ અસર કરવા લાગે છે. ભાષા પોતાની રીતે નિર્મળ પાણીની જેમ વહેતી થઈ જાય છે. એવુ કહેવાય છે કે જીવનનું મૂલ્ય તેની ગરીમામાં હોય છે તેની સફળતામાં નહિં અને રજનીશ એ ગરીમા સાથે જીવ્યા છે જે ખરેખર કમાલ છે.

રામકૃપાલસિંહ (ભૂતપૂર્વ એડીટર નવભારત ટાઈમ્સ)

(11:33 am IST)