મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

જાન્યુઆરીમાં નરેન્દ્રભાઈ સાથે પરીક્ષા પે ચર્ચા : એન્ટ્રીઓ મગાવી

સુરત : દેશભરની સીબીએસઈ શાળાઓમાં વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય અને સર્વાંગી વિકાસ થાય એ હેતુથી છેલ્લા બે વર્ષથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા, કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે દેશભરની સીબીએસઈ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન એન્ટ્રી મગાવવામાં આવી છે. જેના અંતે પસંદગી પામનારા વિદ્યાર્થીઓનું જાન્યુઆરીના ત્રીજા અઠવાડીયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કાર્યક્રમ યોજાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તમામ શાળાના આચાર્ય, વડાને અનુલક્ષીને પરીપત્ર જાહેર કરાયો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ, માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ર્ધાનું આયોજન કરાયુ છે. પ્રધાનમંત્રીના શાળાના વિદ્યાર્થીઓ સાથેનો પરીક્ષા પે ચર્ચા - ૨૦૨૦ કાર્યકર્મ જાન્યુઆરીના ત્રીજા અઠવાડીયામાં યોજાશે. જેમાં પસંદગી માટે વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી મગાવવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો પણ મોકલી શકશે.

(11:33 am IST)