મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

કર્ણાટકમાં ચાલ્‍યો યેદિયુરપ્‍પાનો જાદુઃ ૧૫માંથી ૧૨ બેઠકો મેળવી

યેદિયુરપ્‍પાની ખુરશી બચી ગઇઃ ભાજપ પાસે હવે ૧૧૭ બેઠકોઃ બહુમતિ કરતા પાંચ વધુ

નવી દિલ્‍હી,તા.૯: કર્ણાટક વિધાનસભાના ૧૫ સીટો પર થયેલી પેટા ચુંટણીમાં બીજેપીને પ્રચંડ બહુમત જોવા મળી રહ્યો છે. પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. ૧૫ બેઠકોમાંથી ૧૨ પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. કોંગ્રેસના ખાતામાં બે બેઠક ગઇ છે જ્‍યારે જેડીએસ પોતાનુ ખાતુ જ ખોલી શક્‍યુ નથી. એક બેઠક અપક્ષના ફાળે ગઇ છે. ભાજપના શાનદાર વિજયથી યેદિયુરપ્‍પા સરકારે બહુમતિના આંકડો મેળવી લીધો છે. હવે ભાજપ પાસે ૧૧૭ બેઠક આવી ગઇ છે. જે બહુમતિના આંકડાથી પાંચ વધુ છે. મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું છે કે જીતેલા ૧૨માંથી ૧૧ને હું કેબિનેટ મંત્રી બનાવીશ.

અગાઉના અહેવાલો મુજબ કર્ણાટક પેટાચુંટણીના પરિણામો પર કોંગ્રેસ વરિષ્‍ઠ નેથા ડીકે શિવકુમારે કહ્યું કે અમાર. આ ૧૫ નિર્વાચન ક્ષેત્રોના મતદાતાઓ ના જનાદેશ સાથે સહમત થવું પડશે. લોકોએ પક્ષના ફેરફારને સ્‍વીકારી લીધા છે. અમે પણ હારી સ્‍વીકારસ લીધી છે. કર્ણાટકમાં આજે ભારતીય જનતા પાર્ટીનાં બીએસ યેદિયુરપ્‍પાની સરકારનું ભવિષ્‍ય નક્કી થઈ ગયું છે. ૫ ડિસેમ્‍બરે રાજયની ૧૫ વિધાનસભાની સીટો પર થયેલ પેટાચૂંટણીની મતગણતરી ચાલુ છે. સરકારમાં બની રહેવા માટે બીજેપીને ૬ સીટોની જરૂર હતી. ૧૫ સીટોની મતગણતરીમાં બીજેપીએ ૬ સીટો જીતી લીધી છે. તો ૬ સીટો પર તે આગળ ચાલી રહી છે. જયારે કોંગ્રેસે પોતાની હાર સ્‍વીકારી લીધી છે.

૬ સીટો પર જીત મેળવી લીધા બાદ બીજેપીમાં જશ્નનો માહોલ શરૂ થઈ ગયો છે. કર્ણાટકનાં સીએમ યેદિયુરપ્‍પાએ પોતાના પુત્ર વિજયેન્‍દ્રને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્‍યું હતું.

કર્ણાટકની ગોકક સીટથી બીજેપીના ઉમેદવાર રમેજ જારકીહોલી અને રાનેબેન્નુર સીટથી અરુણ કુમારે જીત હાંસલ કરી હતી. વિજયનગર સીટથી બીજેપીનાં આનંદ સિંહે પણ જીત મેળવી હતી. તો પેટાચૂંટણીના પરિણામમાં જીત બાદ બીજેપી કાર્યાલય બહાર પણ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. હિરેકેરુર સીટથી બીજેપીનાં ઉમેદવાર બીસી પાટીલે જીત મેળવી હતી. ચિકલબલાપુરથી બીજેપીનાં ડો.કે. સુધાકરે જીત હાંસલ કરી હતી.

રાજય વિધાનસભામાં હાલ યેદુરપ્‍પા સરકાર એક અપક્ષ સહિત ૧૦૫ ધારાસભ્‍યોનો ટેકો ધરાવે છે ત્‍યારે બહુમતી માટે તેને ૧૧૧ સભ્‍યોની જરૂર છે. આ પેટાચૂંટણી બાદ કર્ણાટકમાં વિધાનસભાની ક્ષમતા ૨૨૨ બેઠકોની થશે અને તેમાં ભાજપ ૧૦ બેઠકો સાથે ૧૧૫ અને એક અપક્ષ જે આગળ છે તેને પણ ભાજપનો ટેકો હોવાથી ૧૧૬ ધારાસભ્‍યો સાથે પુર્ણ બહુમતી મેળવી જેમાં આજની પેટાચૂંટણીમાં અગાઉ પક્ષપલટાના કારણે કોંગ્રેસ અને જનતાદળ (એસ)ના ૧૭ બળવાખોર ધારાસભ્‍યોને ગેરલાયક ઠરાવાયા હતા. જેમાં બે બેઠકોનો વિવાદ હાઈકોર્ટમાં ચાલે છે તેથી ૧૫ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ૧૨ કોંગ્રેસ અને ત્રણ જનતાદળ (એસ)ના હતા. સુપ્રીમ કોર્ટે આ ધારાસભ્‍યોને ગેરલાયક ઠરાવવાના અધ્‍યક્ષના નિર્ણયને યોગ્‍ય ગણાવવાની સાથે તેઓને ચૂંટણી લડવાની છૂટ આપી હતી. આમ આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ જનતાદળ (એસ)ને જબરી પછડાટ મળશે અને હાલ અનેક રાજયમાં પીછેહઠ સહન કરનાર ભાજપને એક રાજય હાથમાંથી જતું બચી જશે.

(3:33 pm IST)