મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

શિયાળુ સત્રમાં રજુ થનાર બિલો પર પણ નજર રહેશે

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર શેરબજારની નજર : પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં જોગવાઈને લઈને ચર્ચાઓ

મુંબઈ, તા. ૮ : સંસદનું શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ બિલ રજુ કરવા માટે મોદી સરકાર તૈયાર દેખાઈ રહી છે. શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવનાર કેટલાક મહત્વપૂર્ણ બિલ ઉપર કોર્પોરેટ જગત અને શેરબજાર સાથે જોડાયેલા લોકોની નજર પણ કેન્દ્રિત થઈ ગઈ છે. ૧૮મી નવેમ્બરના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૧૩મી ડિસેમ્બર સુધી શિયાળુ સત્ર ચાલનાર છે. શિયાળુ સત્રમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ રજુ કરવામાં આવનાર છે. જેની સીધી અસર ઈન્ટરનેટ કંપનીઓ પર થનાર છે. ભારતીય નાગરિકોને લઈને ડેટાની પ્રક્રિયાને કઈ રીતે હાથ ધરવામાં આવે છે. તેને લઈને સરકાર આગળ વધી રહી છે. દલાલ સ્ટેટમાં ચાવીરૂપ બિલ ઉપર પણ નજર રહેશે. કારણ કે તેની અસર પણ જોવા મળનાર છે. શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવનાર ઉપયોગી બિલ જે બજાર સાથે સંબંધ ધરાવે છે. તેની અસર શેરબજારની સ્થિતિ ઉપર થશે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, કેટલાક ઉપયોગી બિલ આ સત્રમાં જ લવાશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ રજુ કરવા ઈચ્છુક છે.પૂર્ણ થનાર છે.

                કેટલાક મહત્વના બિલ સેસના છેલ્લા સપ્તામાં રજુ કરવામાં આવી શકે છે. શેરબજારમાં જે જુદા જુદા પરિબળોની અસર રહેનાર છે તેમાં રિટેલ ફુગાવાના આંકડાનો સમાવેશ થાય છે. ૧૨મી ડિસેમ્બરના દિવસે નવેમ્બર મહિના માટેના સીપીઆઈ આંકડા જારી કરવામાં આવનાર છે. ઓક્ટોબર ૨૦૧૯માં વાર્ષિક આધાર પર રિટેલ ફુગાવાનો આંકડો ૪.૬૨ ટકા સુધી પહોંચી ગયો હતો. જે અગાઉના મહિનાના ૪.૯૯ ટકાના આંકડાથી વધારે હતો. ફુગાવાનો વધારો આરબીઆઈના નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે છે. સોમવારના દિવસે ઉજ્જીવન એસએફબી લિસિંટ થનાર છે. જેની અસર પણ બજાર ઉપર જોવા મળશે. આરબીઆઈએ તેની છેલ્લી પોલિસી સમિક્ષામાં વ્યાજદરોને હાલમાં યથાવત રાખ્યા હતા. પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાજદરો યથાવત રહ્યા હતા. હાલમાં કોર સેક્ટર આઉટપુટના આંકડામાં ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં ૧૭.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે. રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે.

                  ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો. આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે.એપ્રિલ-ઓક્ટોબરના ગાળા કોર ઇન્ડસ્ટ્રી ગ્રોથ ૦.૨ ટકા ઘટીને એક વર્ષ અગાઉના ગાળામાં ૫.૪ ટકાની સામે હવે ૦.૨ ટકા રહ્યો છે. ૮ કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં આઉટપુટ સપ્ટેમ્બર મહિનામાં ૫.૧ ટકા સુધી ઘટી ગયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજુતીને લઈને નવી નવી ઘટનાઓ સપાટી પર આવી રહી છે. જેની અસર પણ હાલમાં જોવા મળી રહી છે. શુક્રવારના દિવસે અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે, ચીન સાથે આંશિક વ્યાપક સમજુતી બંધ સ્થિતિમાં છે. અમેરિકી ટેરિફના આગામી દોરની અસર જોવા મળી શકે છે. અમેરિકા ટ્રેડ વોરમાં ચીનને પાછળ છોડવા ડોલરમાં મજબુતી લાવવા ઈચ્છુક છે.

(12:00 am IST)