મુખ્ય સમાચાર
News of Monday, 9th December 2019

અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પૈકી મોટાભાગના બિહારના મજુરો

દિવસભર કામ બાદ થાકીને સુઈ જતા હતા : એક રૂમમાં ૧૦થી ૧૫ લોકો ખુબ જટિલ સ્થિતિમાં રહેતા હતા : વિવિધ હોસ્પિટલોમાં ભારે અંધાધુંધી ફેલાઈ ગઈ

નવી દિલ્હી, તા. ૮ : દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં આજે ૪૪ લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાંથી મોટાભાગના મજુરો હતા અને તમામ ઈમારતમાં ચાલી રહેલી ગેરકાયદે નાની મોટી ફેક્ટરીઓમાં કામ કરી રહ્યા હતા. ઘટના સ્થળે રહેલા લોકોએ માહિતી આપતા કહ્યું હતું કે, મોટાભાગના લોકો બિહાર અને ઉત્તર પ્રદેશના હતા. કેટલાક લોકો સ્કુલી બેગ બનાવતા હતા. જ્યારે કેટલાક લોકો પેકેજીંગના કામમાં લાગેલા હતા. શનિવારના દિવસે મજુરોએ દિવસભર કામ કર્યા બાદ નીંદ પુરી કરવા માટે પહોંચ્યા હતા પરંતુ શનિવારે નીંદ માળવા માટે પહોંચેલા લોકોમાંથી મોટાભાગના લોકો આજની સવાર જોઈ શક્યા ન હતા. ઇમારતમાં કામ કરનાર મોટાભાગના લોકો ઈમારતમાં જ અહીં જ સુઈ જતા હતા.

              એક એક રૂમમાં ૧૫-૧૫ લોકો રહેતા હતા. અહીં દિવસ દરમિયાન કામ કરતા હતા અને રાત્રે જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જતા હતા. રોજીરોટીની સોધમાં પોતાના ઘરને છોડીને દિલ્હી આવેલા આ લોકો સાંકડી શેરીમાં આવેલી ઈમારતમાં ખુબ જ ખરાબ સ્થિતિમાં રહેતા હતા. એમ માનવામાં આવે છે. આ નિવાસી વિસ્તારમાં ફેક્ટરીઓ ગેરકાયદે રીતે ચાલી રહી હતી. એમ માનવામાં આવે છે કે, તમામ દ્વારા કાનુનો સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે, ફાયર વિભાગ તરફથી એનઓસી લેવામાં આવી ન હતી. અનાજ મંડીમાંથી આગની ઘટના બાદ ઘાયલ થયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા બાદ જુદી જુદી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં એલએનજેપી, આરએમએલ, લેડિ હારડીંગ, સફદરજંગ, હિન્દુરાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલોમાં ભારે અંધાધુંધી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થયા બાદ લોકો પોતાના સગા સંબંધીઓની શોધમાં હોસ્પિટલમાં ચારેય બાજુ ભાગી રહ્યા હતા. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં માહિતી લેવા પહોંચી રહ્યા હતા. દાઝી ગયેલા લોકો અને મૃત્યુ પામેલા લોકો પૈકી મોટાભાગના લોકો બિહાર અને યુપીના હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે પહોંચેલા કેન્દ્રિય મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે, મોટાભાગના મજુરો પુર્વાચલના છે. પુરીએ કહ્યું હતું કે, જે લોકો પણ ફયાયા છે તે તમામ લોકો અમારા છે.

                તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. મૃતકો માટે તરત સહાયતા પણ જાહેર કરવામાં આવી છે. દિલ્હીની આ ઘટના તાજેતરના સમયની સૌથી મોટી ઘટના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં મોટાભાગના કટિહાર, મુંગેર, દરભંગા, મધુબાની અને સમસ્તિપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. દુર્ઘટનામાં બચી ગયેલા દરભંગા જિલ્લાના નિવાસી મહોમ્મદ શાહિદે કહ્યું છે કે, સવારે ૪-૪૫ વાગે એક વ્યક્તિ તેમના રૂમમાં પહોંચી હતી અને બધાને જગાડવાના પ્રયાસ કર્યા હતા. આગ લાગવાની માહિતી પણ આપી હતી. અમે ઉંઠીને નીચે જવા પહોંચ્યા ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેમણે કહ્યું હતું કે, જે લોકો ઉપર હતા તે ઉપર જ રહી ગયા હતા અને જે લોકો નીચે હતા તે નીચે રહી ગયા હતા. તેના કેટલાક મિત્રોની ભાર પણ મળી શકી નથી. ફાયર વિભાગને વડા અતુલ ગર્ગે કહ્યું છે કે, દુર્ઘટના દરમિયાન ઈમારતમાં ૫૯ લોકો સુતા હતા.

(9:27 am IST)