મુખ્ય સમાચાર
News of Sunday, 9th December 2018

રોબર્ટ વાડ્રાની વિદેશોમાં સંપત્તિ હોવાનો ખુલાસો :EDને મહત્વના પુરાવા મળ્યા

તેના સહયોગીના બેંક એકાઉન્ટમાં ડિફેંસ સપ્લાયર્સ દ્વારા મોટી રમક ટ્રાન્સફર કરાયાના પુરાવા ઇડીના હાથ લાગ્યા

નવી દિલ્હી:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના નજીકના લોકોના કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહી લગભગ 16 કલાક ચાલી હતી. ત્યારે ઇડીના સૂત્રોથી મળેલી જાણકારી મુજબ  દરોડા દરમિયાન કેટલા મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં તેની સંપત્તિને લઇને ખુલાસા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લંડન અને ભારતના જુદા જુદા શહેરોમાં વાડ્રાના નામની પ્રોપ્રર્ટી છે.

 દરોડા બાદ ઇડીના અધિકારીઓ પોસેથી મળેલી જાણકારીમાં કહેવાયુ છે કે વાડ્રાના સહયોગીઓના નામો કથિત રીતે સંરક્ષણ સોદાના કમિશનમાં લેવવામાં આવ્યા છે. જે લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમના બેંક એકાઉન્ટમાં ડિફેંસ સપ્લાયર્સ તરફથી મોટી રમક ટ્રાન્સફર કરવામાં આવી છે. તેના પુરાવા ઇડીના હાથ લાગ્યા છે.

   સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી કંપનીના એડવોકેટ તબરેજનો આરોપ છે કે ઇડી દિલ્હીના સુખદેવ વિહાર સ્થિત વાડ્રાના ઓફિસનો દરવાજો તોડી અંદર ઘુસી અને કર્મચારીઓને 13થી 14 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. તેમનું કહેવું છે કે ઇડીએ દરવાજામાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી દીધા અને ઓફિસને સંપૂર્ણ રીતે નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે ઓફીસના બધા કેબિનના તાળા તોડી દીધા છે.

   પહેલા વાડ્રાના વકીલ સુમન જ્યોતિ ખેતાને કહ્યું હતું કે એક ન્યૂઝપેપરના અનુસાર, મારા ક્લાઇન્ટને ઇડી તરફથી ત્રણ સમન જારી કરવામાં આવ્યા છે. પરંતુ હકિકત છે કે અમને એક પણ સમન મળ્યો નથી. તેમણે કહ્યું કે ઇડીના અધિકારીઓ પાસે સર્ચ વોરંટ પણ હતું. તેમ છતાં દરોડા પાડવામાં આવ્યા છે.

(12:13 am IST)