News of Saturday, 9th December 2017
અમેરિકાની જર્યોર્જીયા જનરલ એસેમ્બલીના સ્ટેટ સેનેટર ઉમેદવાર શ્રી સચિન વર્ગીસનો પરાજય : વિજેતા ઉમેદવારે પાંખી બહુમતિ મેળવતા જર્યોર્જીયાના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન સેનેટર બનવાની તક ગૂમાવી
જર્યોજીયા : અમેરિકાન જર્યોજીયા જનરલ એસેમ્બલીમાં ૮૯મા હાઉસ ડીસ્ટ્રકટમાંથી સ્ટેટ સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવનાર ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી સચિન વર્ગીસનો પરાજય થયો છે. તેવો પાંખી બહુમતિથી હાર્યા છે. વિજેતા ઉમેદવાર બી ગૂપેનને બાવન ટકા તથા પરાજીત ઉમેદવારોને ૪૮ ટકા મતો મળયા છે. ત્યારે રસાકસીભરી ચૂંટણીમાં જે તેઓ વિજેતા બન્યા હોત તો જયોર્જીયામાં સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન સેનેટર બની શકયા હોત.
(11:44 pm IST)