મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

વુમન્સ ટી-20 ચેલેન્જ 2020 :સુપરનોવાઝ સામે 16 રને મેચ જીતીને ટ્રેલબ્લેઝર્સે બન્યું ચેમ્પિયન્સ

કેપ્ટન સ્મૃતી મંધાને શાનદાર અડધીસદી ફટકારી

વુમન્સ ટી-20 ચેલેન્જ 2020ની આજે ફાઈનલ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. ટ્રાઈલબ્લેઝર્સ અને સુપરનોવાઝ વચ્ચે રમાઈ રહેલી મેચમાં સુપરનોવાઝને ટાઈટલને સળંગ ત્રીજીવાર જીતવાની તક છે. ટીમ સુપરનોવાઝના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન સ્મૃતી મંધાને શાનદાર અડધીસદી લગાવી હતી.  ટ્રાઈલબ્લેઝર્સે 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 118 રન કર્યા હતા. જેના જવાબમાં બે વારના ચેમ્પિયન્સ સુપરનોવાઝની 16 રને હાર થઈ. ટીમે પીછો કરતા 102 રન સાત વિકેટે ગુમાવીને કર્યા હતા. બે વારની ચેમ્પિયન્સન સુપરનોવાઝની ટીમની હાર થતા ટ્રેલબ્લેઝર્સ નવી ચેમ્પિયન્સ થઈ છે.

પાછળની મેચમાં શાનદાર પ્રદર્શન કરનારી ઓપનર ચમારી અટ્ટાપટુ રન કરીને એલબીડબલ્યુ આઉટ થઈ હતી. ટીમે આમ પ્રથમ વિકેટ ચમારીના સ્વરુપમાં 10 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. વનડાઉન આવેલ તાનિયા ભાટીયા 20 બોલમાં 14 રન કરીને 30 રનના સ્કોર પર બીજી વિકેટ રુપે આઉટ થઈ હતી. 37 રનના સ્કોર પર ત્રીજી વિકેટે જેમિમા રોડરિઝસ પણ 13 રન બનાવીને આઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 36 બોલમાં 30 રન કર્યા હતા. શશિકલા શિરીવર્ધને 18 બોલમાં 19 રન કર્યા હતા. અનુજા પાટીલ આઠ રન કરીને રન આઉટ થઈ હતી. પૂજા વસ્ત્રાકર શૂન્ય રને આઉટ થઇ હતી.

(1:02 am IST)