મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

સોના -ચાંદીના વાયદામાં જબરું ગાબડું :હજાર ભાવ ભાવ પણ તૂટ્યા : સોનામાં 1500નો જોરદાર કડાકો

બે દિવસની તેજીથી ત્રણ સપ્તાહની ટોચે પહોંચેલા ભાવ ઉંધામાથે પટકાયા: શેરબજાર અને અર્થતંત્રમાં સુધારો તેમજ કોરોના વેક્સીન અંગે આશાસ્પદ હવાલે ભાવમાં ઘટાડો : અલબત્ત ગમે ત્યારે ફરીથી તેજીની પણ શકયતા

રાજકોટ : સોના -ચાંદીના વાયદામાં જબરું ગાબડુંપડ્યું છે વાયદાની પાછળ હાજરભાવ પણ તૂટ્યા છે બપોર સુધી તેજી જોવા મળી હતી તેવામાં સાંજે અચાનક ભાવ તૂટવા લાગ્યા હતા અને એક તબક્કે સોનાના હાજરભાવમાં 10 ગ્રામે 1500નો જોરદાર કડાકો બોલી ગયો હતો

  છેલ્લા બે ચાર દિવસથી સોનાના ભાવમાં સતત વધારો થઈને ત્રણ સપ્તાહની ટોચે પહોંચેલા ભાવ ઉંધામાથે પટકાયા હતા જાણકારોના માનવા મુજબ શેરબજાર અને અર્થતંત્રમાં સુધારો તેમજ કોરોના વેક્સીન અંગે આશાસ્પદ હવાલે ભાવમાં ઘટાડો થયાનું મનાય છે અલબત્ત  વિશ્વિક  સ્થિતિએ સોના ચાંદીના ભાવમાં  ગમે ત્યારે ફરીથી તેજીની પણ શકયતાછે 

(12:40 am IST)