મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

દિવાળી પહેલા રોકાણકારોએ ૨ લાખ કરોડ રૂપિયા કમાયા

દિવાળી પહેલા શેર બજારમાં રેકોર્ડબ્રેક તેજી : અમેરિકાના બજારોમાં ઐતિહાસિક ઇલેક્શન રેલી ચાલુ છે, જેની અસર દુનિયાના બજારો પર જોવા મળી રહી છે

નવી દિલ્હી,તા. : અમેરિકામાં જો બાઇડન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ આજે ભારતીય બજારોમાં રેલી જોવા મળી છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસ એટલે સોમવારે દુનિયાભરના બજારોથી મળેલા મજબૂત સંકેતોના દમ પર બીએસઈનો ૩૦ શૅરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ સેંસેક્સ ૬૦૦ પોઇન્ટ ચઢીને ૪૨૫૦૦ના નવા શિખર પર પહોંચી ગયો. બીજી તરફ એનએસઈનો ૫૦ શૅરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી ૧૨૪૩૦ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાના બજારોમાં ઐતિહાસિક ઇલેક્શન રેલી (શૅર બજારમાં તેજી) ચાલુ છે, જેની અસર દુનિયાભરના બજારો પર જોવા મળી રહી છે. આજની તેજી બાદ બજારમાં રોકાણકારોને થોડીક મિનિટોમાં બે લાખ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. બીએસઈની લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ સોમવારે બજાર ખુલ્યા બાદ , ૬૫, ૪૫, ૦૧૩.૭૯ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. બીજી તરફ, શુક્રવારે માર્કેટ કેપ , ૬૩, ૬૦, ૬૯૯.૧૭ કરોડ રૂપિયા પર બંધ થયો હતો. દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ નામથી જાણીતા રાકેશ ઝૂનઝૂનવાલાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં ભારતીય શૅર માર્કેટમાં રોકાણ અને તેજીથી વધવાની શક્યતા છે. તેઓએ આગામી પાંચ વર્ષમાં ડબલ ડિજિટ ગ્રોથની આશા વ્યક્ત કરી છે. રાકેશ ઝૂનઝૂનવાલાનું કહેવું છે કે ભારત દુનિયાનું ફાર્મા કિંગ બનશે. ભારતમાં રોકાણ આવવાનું કોઈ કારણ નથી. ભવિષ્યમાં મેન્યૂફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધશે. રાકેશ ઝૂનઝૂનવાલાનું કહેવું છે કે જુલાઈમાં જેટલી આશંકા હતી તેનાથી ઓછું ડિફોલ્ટ બેક્નિંગ સેક્ટરમાં થયું છે. બેક્નિંગ સેક્ટરમાં ડિફોલ્ટ આશંકાઓથી ઓછું રહ્યું છે. જુલાઈમાં જેટલી આશંકા હતી તેનથી ઓછું ડિફોલ્ટ થયું છે. કોર્પોરેટ્સના કારણે બેક્નિંગ પર દબાણ નથી.

(7:42 pm IST)