મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

ફેલોશિપ મળવા હકદાર ઐશ્વર્યાનો લેપટોપ ખરીદી નહીં શકવાની પીડા સાથે આપઘાત

12માની ટોપર ઐશ્વર્યા મેરિટના દમ પર પ્રસિદ્ધ લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થીની : ગરીબીના કારણે ના ભણી શકી: આર્થિક સ્થિતિએ તેના સપના રોળી નાખ્યા: સુસાઇડ નોટમા દર્શાવી આપવીતી

નવી દિલ્હી : દેશની જાણીતી શિક્ષણ સંસ્થામાં સામેલ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થિની એશ્વર્યાની આત્મહત્યાએ લોકોની સાથે સાથે દેશભરના શિક્ષણ વિદોને પણ હચમચાવી નાખ્યા છે. આત્મહત્યા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં વિદ્યાર્થિનીએ પોતાની આર્થિક સ્થિતિ લખી છે. સુસાઇડ નોટમાં લખેલી તેની વ્યથાથી એવુ લાગે છે કે તે કોઇ પણ ભોગે ભણવા માંગતી હતી પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે તેનું સ્વપ્ન તૂટી ગયુ હતું. અહીં સુધી કે તે એક લેપટોપ પણ ખરીદી શકતી નહતી. અંતે તેને પોતાના જીવનનો અંત આણ્યો. ઐશ્વર્યાનું સ્વપ્ન ભારતીય પ્રશાસનિક અધિકારી (IAS) બનવાનું હતું પરંતુ આર્થિક સ્થિતિએ તેના સપના રોળી નાખ્યા હતા

  3 નવેમ્બરે આત્મહત્યા કરનારી ઐશ્વર્યાની સ્યુસાઇડ નોટ અનુસાર, લૉકડાઉન થવાને કારણે તેને આર્થિક તકલીફ હતી અને તેથી તે લેપટોપ પણ ખરીદી શકતી નહતી. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો એશ્વર્યાએ પોતાની આર્થિક તકલીફોને ધ્યાનમાં રાખીને બોલીવૂડ એક્ટર સોનૂ સૂદને પણ પત્ર લખીને મદદની માંગી હતી. સોનૂ સુદને લખેલા પત્રમાં ઐશ્વર્યાએ લખ્યુ હતું કે લેપટોપ વગર તે ઓનલાઇન અભ્યાસ કરી શકતી નહતી. આ સાથે તેના પ્રેક્ટિકલ પણ નહતા થઇ શકતા. હતાશ-નિરાશ એશ્વર્યાએ મોતને વ્હાલુ કર્યુ હતું.

તેલંગાણા રંગારેડ્ડી જિલ્લાની એશ્વર્યાએ પોતાની સ્યુસાઇડ નોટમાં માતા-પિતાને સંબોધિત કરતા લખ્યુ- ‘મને માફ કરી દેજો, હું એક સારી દીકરી ના બની શકી.’ તેને આ સ્યુસાઇડ નોટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પણ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. ઓટો મિકેનિક શ્રીનિવાસ રેડ્ડી અને સિલાઇકામ કરનારી માતાની દીકરી એશ્વર્યા IAS બનવા માંગતી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે લોકડાઉનને કારણે તેના ઘરની સ્થિતિ ઘણી ખરાબ થઇ ગઇ હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે તે અભ્યાસ ચાલુ રાખવામાં અસમર્થ હતી

ભણવામાં પ્રતિભાશાળી એશ્વર્યાએ પોતાની સ્કૂલમાં 12મા બોર્ડમાં ટોપ કર્યુ હતું. પોતાના મેરિટના દમ પર ઐશ્વર્યાનું એડમિશન દિલ્હી યૂનિવર્સિટીની જાણીતી કોલેજ લેડી શ્રીરામમાં થયુ હતું. સ્ટૂડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને એનએસયુઆઇ (નેશનલ સ્ટૂડન્ટ યૂનિયન ઓફ ઇન્ડિયા)એ ઓફિશિયલ નિવેદન જાહેર કરીને કહ્યુ કે વિદ્યાર્થિનીને વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રાલયથી ઇંસ્પાયર ફેલોશિપ મળવાની હતી. નિયમ અનુસાર માર્ચમાં ફેલોશિપ મળવી જોઇતી હતી જે મળી નહતી.

 મારા મોત માટે કોઇ જવાબદાર નથી. હું પોતાના પરિવાર પર બોજ બનવા માંગતી નહતી.’ હું અભ્યાસ વગર જીવતી રહી શકતી નથી, હું તેના વિશે વિચારી રહી હતી અને હવે મને લાગે છે કે મોત જ મારી માટે એક માત્ર રસ્તો રહી ગયો છે. માતા-પિતા મને માફ કરો, હું આજે સારી દીકરી ના બની શકી.” એશ્વર્યા લેડી શ્રીકામ કોલેજમાં બીએસસી ગણિત બીજા વર્ષની વિદ્યાર્થિની હતી. આર્થિક તંગીને કારણે તેણે 3 નવેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. JusticeForA

(7:16 pm IST)