મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

મધ્ય પ્રદેશના સતનામાં ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7 લોકોના મોત :5 ઘાયલ

મૃત્તકોમાં 3 મહિલા, 3 પુરૂષ અને 1 બાળકનું સમાવેશ શોક સભામાંથી પરત ફરતા પન્ના પરિવારને નાગૌદથી ગેરૂઆ પાસે રસ્તામાં કાળ ભેટ્યો ઇજાગ્રસ્ત લોકોને રીવાની હોસ્પિટલમાં ખસેડાયા

ભોપાલ : મધ્યપ્રદેશના સતનામાં રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.જ્યારે 6 લોકોના ઘટના સ્થળે મોત અને એકનું સારવાર દરમિયાન મોત થયું છે.

મળતી માહીતી મુજબ, સતનાના નાગૌદથી ગેરૂઆ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા તો 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃત્તકોમાં 3 મહિલા, 3 પુરૂષ અને 1 બાળકનું સમાવેશ થાય છે.પન્ના પરિવારના લોકો એક શોક સભામાંથી પરત રીવા ફરી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને રીવા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

(11:10 am IST)