મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

બરાક ઓબામાએ જો બિડેન અને કમલા હેરિસને શુભેચ્છા આપી

ઓબામાએ જિલ બાઈડનને પણ શુભેચ્છા પાઠવી : હું બિડેન અને કમલા હેરિસને શુભેચ્છા પાઠવતા ગર્વનો અનુભવ કરી રહ્યો છું : ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ઓબામા

વોશિંગ્ટન, તા. ૮  : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપ્રમુખ બનવા જઈ રહેલા જો બાઈડનને શુભેચ્છા પાઠવી છે. સાથે-સાથે બરાક ઓબામાએ જો બાઈડનના પત્ની જિલ બાઈડનને પણ શુભેચ્છા પાઠવી છે. બરાક ઓબામાએ અમેરિકાના આગામી વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે કમલા હેરિસને પણ શુભેચ્છા પાઠવી છે. બરાક ઓબામાએ કહ્યું કે હું જો બાઈડન અને કમલા હેરિસને શુભેચ્છા પાઠવતા ગર્વનો અનુભવ કરી રહ્યોછું.

બરાક ઓબામાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા કહ્યું કે આ વખતે ચૂંટણીમાં પહેલી વખત અમેરિકાના લોકોએ આટલી મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. એકવખત જ્યારે તમામ મતોની ગણતરી થઈ જશે ત્યારે ચૂંટવામાં આવેલા પ્રેસિડેન્ટ અને વાઈસ-પ્રેસિડેન્ટ માટે આ ઐતિહાસિક જીત હશે.

જો બાઈડનમાં તે તમામ ગુણ છે જે એક પ્રેસિડેન્ટમાં હોવા જોઈએ. આગામી વર્ષે જાન્યુઆરીમાં જ્યારે જો બાઈડન ઓફિશિયલી વ્હાઈટ હાઉસમાં પોતાનું કામકાજ સંભાળશે ત્યારે તેમના સામે મોટા પડકારો હશે. જેમાં કોરોના વાયરસની મહામારી, અસમાન અર્થવ્યવસ્થા અને ન્યાયિક વ્યવસ્થા, જળવાયુનો ખતરો વગેરેનો સમાવેશ થાય છે.

બરાક ઓબામાએ આશા વ્યક્ત કરી કે જો બાઈડન તમામ અમેરિકન માટે કામ કરશે. તેમણે કહ્યું કે - મને ખબર છે કે તેઓ દરેક અમેરિકનના હિતમાં કામ કરશે, પછી તેમની પાસે તેનો વોટ હોય કે ના હોય. માટે હું તમામ અમેરિકનને તે માટે પ્રોત્સાહિત કરું છે કે તેઓ જો બાઈડનને તક આપે અને તેમનું સમર્થન કરે.

(12:00 am IST)