મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

બહેરીનમાં ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા ભારતીયને લાગી લોટરી : 7.40 કરોડ જીત્યો

આ પૈસાથી પોતાના સપનાનું ઘર ખરીદશે: જીતેલી ઇનામી રકમનો કેટલોક ભાગ દાનમાં પણ આપશે.

બહેરીનના મનામાંમાં  એક ખાનગી કંપનીમાં સેલ્સમેનનું કામ કરતા મૂળ ભારતીય વ્યક્તિએ લોટરીમાં 1 મિલિયન અમેરિકન ડૉલર (આશરે 7 કરોડ 40 લાખ રૂપિયા) જીતી લીધા છે.આ  ભારતનો નાગરિકનું નામ સુનીલ કુમાર કથૂરિયા છે. સુનીલની ઉંમર 33 વર્ષ છે અને તેણે દુબઇમાં ડીડીએફ મિલેનિયમ મિલેનિયર ડ્રૉમાં લોટરી જીતી છે.

સુત્રો અનુસાર સુનીલે ગત 17 ઓક્ટોબરે ઓનલાઇન લોટરી ટિકિટ ખરીદી હતી, જેણે તેમણે કરોડપતિ બનાવી દીધા હતા. સુનીલ કથૂરિયા 1 મિલિયન અમેરિકન ડોલરની ઇનામી રકમ ધરાવતી લોટરી જીતનારા 342માં વ્યક્તિ બની ગયા છે. આ સિવાય 170માં ભારતીય પણ છે, જે લોટરીથી 1 મિલિયન અમેરિકન ડૉલરની ઇનામી રકમ જીતી ચુક્યા છે.

લૉટરીમાં આશરે 7 કરોડ 40 લાખ રૂપિયા જીત્યા બાદ સુનીલનું કહેવુ છે કે આ રકમ ઘણુ સમજી વિચારીને અને માતા-પિતા સાથે ચર્ચા કરીને ઉપયોગ કરશે, તેમણે જણાવ્યુ કે તે આ પૈસાથી પોતાના સપનાનું ઘર ખરીદશે. આ સિવાય તે જીતેલી ઇનામી રકમનો કેટલોક ભાગ દાનમાં પણ આપશે.

(12:00 am IST)