મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

સાંજે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા:રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા નોંધાઈ :લોકો ઘરની બહાર દોડયા

જમ્મુ કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરમાં રવિવારે સાંજે 6 કલાકને 56 મીનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 રહી હતી.

આ વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવતા લોકો પોતાપોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. રવિવારે સાંજે અનુભવાયેલા આ ભૂકંપના ઝટકાથી કોઈ જાનહાની થઈ નથી. આ અગાઉ શનિવારના રોજ પણ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા જોવા મળ્યા હતા.

(8:19 am IST)