મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

જો બાઇડેન અમેરિકન રાષ્ટ્રપતિ બનશે પરંતુ તેની પત્ની જિલ બાઇડેન શિક્ષકનો વ્યવસાય જારી રાખશે

વ્હાઇટ હાઉસના 231 વર્ષના ઇતિહાસમાં પ્રથમ એવી મહિલા છે જે રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસની બહાર વેતન સાથે નોકરી કરશે : તેમણે આજીવન શિક્ષક રહેવાનું વચન લીધું છે

વોશિંગ્ટનઃ સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ કોર્પોરેટર પણ બની જાય તો તેની પત્ની અને સંતાનો તો ઠીક તેના સગાઓ પણ દાદાગીરી કરવા માંડે છે. તેનાથી વિપરીત અમેરિકાના પ્રમુખ જો બાઇડેન રાષ્ટ્રપતિ બન્યા તો પણ તેમના પત્ની જિલ બાઇડેન પોતાના શિક્ષકનો વ્યવસાય જારી રાખશે. જીલ વિશે કહેવાય છે વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં પણ તે પ્રથમ એવી મહિલા છે જે રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસની બહાર વેતન સાથે નોકરી કરશે.જો બાઇડેનની શાનદાર સફળતા બાદ તેમના પત્ની જીલ બાઇડેને યોજના બનાવી છે કે તેઓ પોતાના શિક્ષકનો વ્યવસાય જારી રાખશે. જીલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રથમ એવા મહિલા છે જે રાષ્ટ્રપતિ નિવાસ વાઇટ હાઉસથી બહાર વેતનની સાથે નોકરી કરશે.

 જીલ બાઇડેન નોર્ધર્ન વર્જિનિયા કમ્યુનિટી કોલેજમાં અંગ્રેજીના પૂર્ણકાલીન પ્રાધ્યાપક છે. આ પહેલા ઓગસ્ટમાં અમેરિકન ટીવી ચેનલ સીબીએસ સાથેની વાતચીતમાં ડોટ. જીલ બાઇડેને જણાવ્યું હતું કે જો તેઓ પ્રથમ મહિલા બને છે તો તેનું પોતાનું કામ યથાવત રાખશે. જીલ બાઇડેને જણાવ્યું હતું કે અમે વ્હાઇટ હાઉસમાં જઇશું તો હું મારો શિક્ષક તરીકેનો વ્યવસાય યથાવત રાખીશ. તેમણે જણાવ્યું હતું કે આ બાબત મહત્ત્વની છે અને હું ઇચ્છું છું કે લોકો શિક્ષકોનું સન્માન કરે, તેમના યોગદાનને જાણે તથા આ વ્યવસાયને આગળ ધપાવે. અમેરિકામાં પ્રથમ મહિલાની ભૂમિકા સામે આવ્યા પછી 231 વર્ષના ઇતિહાસમાં જીલ બાઇડેન તેના દ્વારા ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છે.

અમેરિકન ઇતિહાસકાર કેથરી જેલિસને જણાવ્યું હતું કે ડોક્ટર જિલ બાઇડેન પ્રથમ એવા મહિલા હશે જે વ્હાઇટ હાઉસની બહાર વેતનની સાથે નોકરી કરશે. આટલું જ નહી તેઓ એવી પ્રથમ મહિલા છે જેમણે ડોક્ટરેટ હાંસલ કરેલી છે.

આ પહેલા પણ જીલ બાઇડેન જો બાઇડેન ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે એક કમ્યુનિટી કોલેજમાં શિક્ષક હતા. તેમણે આજીવન શિક્ષક રહેવાનું વચન લીધું છે. તેમણે હંમેશા શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મેં ઘણા પ્રવાસીઓ અને શરણાર્થીઓને ભણાવ્યા છે. તેમની વાર્તાઓ સાંભળવી મને ગમે છે. તે વખતે તેમણે જણાવ્યું હતું કે જો તે પ્રતમ મહિલા બને છે તો કમ્યુનિટી કોલેજોમાં ફ્રી ટ્યુશન આપવાનું સમર્થન કરશે. તેની સાથે કેન્સરની શોધ માટે પૈસા આપશે અને સૈનિકોના કુટુંબને મદદ કરશે.

બરાક ઓબામાના શાસન કાળ દરમિયાન જિલ બાઇડેન સેકન્ડ લેડી હતા અને તેમણે મિશેલ ઓબામાની (US election 2020_Biden) સાથે મળીને કામ કર્યુ હતુ. મિશેલ ઓબામા પોતાના કાર્યકાળ દરમિયાન ખૂબ લોકપ્રિય હતા. બરાક ઓબામાએ જિલ બાઇડેનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેઓ શાનદાર મહિલા બનવા જઈ રહ્યા છે. ઇતિહાસકાર કેથરીને જણાવ્યું હતું કે જિલ બાઇડેને 21મી સદીના પ્રથમ મહિલા બનવા જઈ રહ્યા છે. તેઓ આધુનિક અમેરિકન મહિલાઈઓની જેમ કુટુંબ અને કામ બંને જોશે.

(12:00 am IST)