મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

દિવાળીના પ્રથમ સપ્તાહમાં સોનું ૫૩૦૦૦ સુધી પહોંચી શકે છે

બોકર્સ પોલમાં ૬૦ ટકા લોકોનો અંદાજ : ૪૦ ટકા બ્રોકર્સનું માનવું છે કે દિવાળીના પહેલાં સપ્તાહમાં સોનાનો ભાવ ૫૧,૫૦૦-૫૨,૦૦૦ વચ્ચે રહી શકે છે

નવીદિલ્હી, તા. ૮ :  દિવાળી પહેલાં સોનાના ભાવ ઝડપથી વધવા લાગ્યો છે. જો તમે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનું ખરીદવા માંગો છો તો તેના માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા ૫૨,૦૦૦ની ઉપર પહોંચી ગયું છે. આગળ પણ સોનાની કિંમતમાં નરમાઇની આશા છે.  અમારી સહયોગી ચેનલ ઝી બિઝનેસે ગોલ્ડની કિંમતો પર ૧૦ બ્રોકર્સનો એક પોલ કર્યો છે. જેમાં એ સ્પષ્ટ થઇ જાય છે કે સોનું દિવાળીના પહેલાં અઠવાડિયામાં ૫૩,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી શકે છે.  આ બ્રોકર્સ પોલના અનુસાર ૪૦ ટકા બ્રોકર્સનું માનવું છે કે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનાનો ભાવ ૫૧,૫૦૦-૫૨,૦૦૦ વચ્ચે રહી શકે છે,

           જ્યારે ૬૦ ટકા બ્રોકર્સનું માનવું છે કે ૫૨,૨૦૦-૫૩,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ વચ્ચે રહી શકે છે. IBJA ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના અનુસાર 'અમેરિકાની ચૂંટણી પુરી થઇ ગઇ છે. એટલા માટે સોનાની કિંમતોમાં કોઇ વધુ તેજી રહેશે નહી. દિવાળીના ૩-૪ દિવસ પહેલાં જરૂર ભાવ ૫૨૨૦૦-૫૩૦૦૦ રૂપિયા સુધી જોવા મળી શકે છે.  તેમણે કહ્યું કે માર્હ્કમાં જ્યારે લોકડાઉન લાગૂ થયું તો ત્યારથી લઇને અત્યાર સુધી ગોલ્ડની કિંમતોમાં ૪૩ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. પરંતુ હવે  કોઇ એવી ઇવેંટ નથી. આપણે કોરોના વેક્સીનની ખૂબ નજીક છીએ, અમેરિકાની ચૂંટણી પુરી થઇ ગઇ છે અને ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ધીમે ધીમે તમામ દેશોમાં ઇંડસ્ટ્રિયલ આઉટપુટ વધી રહ્યા છે.

 

(12:00 am IST)