મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનના પત્ની નવા ઇતિહાસનું સર્જન કરશે : શિક્ષક ,ડોક્ટર ,સહીત ચાર ડિગ્રી ધરાવતા 69 વર્ષીય જીલ બિડન શિક્ષીકા તરીકે સેવાઓ આપશે : 231 વર્ષના ઇતિહાસમાં વ્હાઇટ હાઉસ બહાર જઇ વેતન કમાનારા સૌપ્રથમ મહિલા બનશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનના પત્ની 69 વર્ષીય  જીલ બિડન  નવા ઇતિહાસનું સર્જન કરશે . તેઓ શિક્ષક ,ડોક્ટર ,સહીત જુદી જુદી ચાર ડિગ્રીઓ ધરાવે છે.તેમજ વ્યવસાયે શિક્ષક છે. દેશના સૌ પ્રથમ મહિલા બન્યા પછી પણ તેઓ આ સેવા ચાલુ રાખશે.તથા  અમરિકાના સૌપ્રથમ મહિલા બન્યા પછી પણ વ્હાઇટ હાઉસ બહાર જઈ શિક્ષક તરીકે સેવાઓ આપવાના વિક્રમનું સર્જન કરશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના 231 વર્ષના ઇતિહાસમાં દેશની પ્રથમ મહિલા વ્હાઇટ હાઉસ બહાર જઈને વેતન મેળવે તેવો પ્રથમ બનાવ બનશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:47 pm IST)