મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

જો કોર્ટ મારફતે જ રામમંદિર નિર્માણ કરવાનું હતું તો આંદોલન કરવાની જરૂર શું હતી?: પ્રવીણ તોગડીયા

આંદોલનમાં આટલા બધા લોકોએ કેમ પ્રાણ ગુમાવવા પડ્યા એ વાતનું દુ:ખ થાય છે

 

નવી દિલ્હી : અયોધ્યામાં રામમંદિરના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ રામમંદિર માટે આંદોલન ચલાવનાર મોખરાની સંસ્થાઓ પૈકી વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયાએ કોર્ટના આદેશ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી  જેમાં તેમણે ભાજપ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા

  રામમંદિરનિર્માણ માટે આંદોલનની સરકારના વલણ અંગે તોગડિયાએ  ભાજપ સરકારના વલણ અંગે પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, "આજે મને આંદોલનમાં આટલા બધા લોકોએ કેમ પ્રાણ ગુમાવવા પડ્યા વાતનું દુ: થઈ રહ્યું છે."

 એક માતાનાં બે સંતાન, કોઠારી બંધુઓ, ગોધરાના રેલવે સ્ટેશન પર 59 લોકોએ કેમ જીવ ગુમાવવા પડ્યા, કારણ કે આંદોલન કરાયું હતું. જો કોર્ટ મારફતે રામમંદિરનિર્માણ કરવાનું હતું તો માટે તો કોઈ સારો વકીલ નીમી શકાયો હોત. પછી મંદિર માટે આંદોલન કરવાની જરૂર શું હતી?

 કારણ કે વર્ષ 1984થી આરએસએસ અને ભાજપ કહેતું આવ્યું હતું કે કૉંગ્રેસની સરકાર છે અને આપણે સોમનાથની જેમ સંસદમાં કાયદો લાવી રામમંદિરનિર્માણ કરવાનું છે. કૉંગ્રેસની સરકાર ક્યારેય આવી રીતે મંદિર નહીં બનાવે. તેથી આંદોલન કરો અને અમારી સરકાર બનાવો.

"સોગંધ રામ કી ખાતે હે, મંદિર વહીં બનાયેંગેના નારા સાથે અડવાણીજીએ પણ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી."આંદોલન એટલા માટે કરાયું હતું કે રામમંદિરનું નિર્માણ કરવાનું હતું. આંદોલન એટલા માટે કરાયું હતું કે જેથી ભાજપની સરકાર આવશે ત્યારે સંસદમાં કાયદો બનાવીને રામમંદિરનું નિર્માણ કરાશે.2014માં પૂર્ણ બહુમતની સરકાર રચાઈ પણ ખરી, ત્યારે ટ્રિપલ તલાકનો કાયદો બન્યો, પરંતુ રામમંદિરન બન્યું.

રામમંદિર તો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બન્યું. આજે મારા મનમાં પણ વાતનું દુ: થઈ રહ્યું છે કે શું રામમંદિરના નામે સત્તા મેળવવા માટે લોકોના દીકરાઓએ જીવ ગુમાવવા પડ્યા?"

"જો આવું થયું હોય તો એક પાપ છે અને ભગવાન પાપનો દંડ આપશે.

 

(10:56 pm IST)