મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અયોધ્યાના રામ મંદિરનું ગુજરાત કનેક્શન :મંદિરની દુર્લભ ડિઝાઇન અમદાવાદના આર્ટિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ બનાવી

રામ ચબુતરો,સીતા રસોઈ,મુખ્યદ્વાર,સિંહદ્વાર,હનુમાનદ્વાર અને ભંડાર સહિતના સ્થાપત્યો

નવી દિલ્હી : આજે સુપ્રીમકોર્ટે અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે  સુપ્રિમ કોર્ટે  રામ જન્મ ભૂમીનો ચુકાદો આપ્યો છે અને કોર્ટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ અને મંદિર નિર્માણ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે દરેક દેશવાસી રામ મંદિર કેવુ બનશે તેવા સપના જોઈ રહ્યાં છે. ત્યારે રામમંદિરના ઐતિહાસિક ચુકાદા વચ્ચે રામમંદિરની ડિઝાઇન ગુજરાત અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ ચન્દ્રકાન્ત સોમપુરાએ બનાવી છે

  રામમંદિર કેવુ બનશે તેની ડિઝાઈન છેલ્લાં 30 વર્ષથી તૈયાર છે. રામ મંદિર માટે 1978માં વિશ્વ હિન્દૂ પરિષદ સાથે રહીને અમદાવાદના આર્ટિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ ડિઝાઈન તૈયાર કરી હતી. અને વખતોવખત રામમંદિરની મુલાકાત લઈને રામંદિરનો દરેક ખૂણો કેવો હશે તેનું સંપૂર્ણ પ્લાનિંગ તેમની પાસે રેડી છે.

  અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરા પાસે રામમંદિરનો રામ ચબુતરો,સીતા રસોઈ,મુખ્યદ્વાર અને હનુમાનદ્વાર તેમજ ભંડાર સહિતના સ્થાપત્યોની ડિઝાઇન તૈયાર છે 

(8:15 pm IST)