મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અયોધ્યા વિવાદ ૪૦૦ વર્ષ જુનો

અયોધ્યા કેસઃ ૨.૭૭ એકર જમીનનો આખરે શું છે વિવાદ?

નવી દિલ્હી, તા.૯: સુપ્રીમ કોર્ટ આજે અયોધ્યા વિવાદનો ફેસલો સંભળાવવા જઈ રહી છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો આ વિવાદ દાયકાઓ જૂનો છે. અલ્હાબાદ હાઇકોર્ટે ૨૦૧૦માં તેના પર પોતાનો ચુકાદો આપ્યો હતો. જોકે, તેને સુપ્રીમમાં પડકારાયો હતો. સુપ્રીમ ૪૦ દિવસ સુધી ચાલેલી મેરેથોન સુનાવણી બાદ હવે તેનો ચુકાદો આપશે. આ વિવાદ જમીનનો છે, અને તેની સાઈઝ ૨.૭૭ એકર છે.આમ જોવા જાઓ તો અયોધ્યા વિવાદ ૪૦૦ વર્ષ જૂનો છે. ૨૦૧૦માં હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ હિસ્સામાં વહેંચી હતી. જેમાં એક હિસ્સો રામ મંદિર, બીજો સુન્ની વકફ બોર્ડ અને ત્રીજો નિર્મોહી અખાડાને અપાયો હતો. જોકે, સુપ્રીમમાં આ મામલો પહોંચતા હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આવી ગયો હતો.

વિવાદિત જમીન કુલ ૨.૭૭ એકર છે. તેની પાસે જ ૬૭ એકર જમીન છે જે સરકારની માલિકીની છે. વિવાદિત સ્થળ પાસે જ સુન્ની વકફ બોર્ડની જમીન પણ છે. રામ જન્મભૂમિની જમીન કુલ ૪૨ એકર છે.

(3:50 pm IST)