મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

સરકારે ટ્રસ્ટ બનાવવું પડશે

કેન્દ્ર સરકારે ૩ મહિનામાં મંદિર નિર્માણની યોજના ઘડવી પડશેઃ જમીનના ૩ ભાગના ફેંસલાને કોર્ટે નકાર્યો

નવી દિલ્હી, તા.૯: અયોધ્યા કેસને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સીજેઆઇ રંજન ગોગાઇએ કહ્યું કે બહારના પ્રાંગણમાં હિંદુ પૂજા કરી રહ્યા છે. હાઇકોર્ટે આ મામલે ત્રણ ભાગ કર્યા તે તાર્કિક નથી. કોર્ટે કહ્યું કે કેંદ્ર સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ કર્યો છે.

કોર્ટે કહ્યું કે 'મુસ્લિમ પોતાના પુરાવાથી તે સાબિત કરી શકયા નથી કે વિવાદિત જમીન પર તેમનો જ એકાધિકાર હતો. ઇલાહાબાદ હાઇકોર્ટના તે આદેશ જેમાં સુન્ની વકફ બોર્ડને જમીનના ભાગલાનો આદેશ ખોટો હતો. કોર્ટે કહ્યું કે સરકારે ટ્રસ્ટ બનાવીને મંદિર બનાવવાની યોજના તૈયાર કરે. મુસ્લિમ પક્ષને બીજી જગ્યાએ જમીન આપવાનો આદેશ કર્યો. કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષને બીજી જગ્યાએ ૫ એકર જમીન આપવામાં આવે.

ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ સવારે ૧૦:૩૦ વાગે પોતાનો ચૂકાદો સંભળાવવાનું શરૂ કર્યું. સીજેઆઇએ શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી. સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠના બધા પાંચ જજોએ સર્વસંમત્ત્િ।થી ચુકાદો સંભળાવ્યો છે. ચુકાદાની શરૂઆતમાં સીજેઆઇએ કહ્યું કે ૩૦ મિનિટમાં સમગ્ર ચુકાદો વાંચવામાં આવશે.

સીજેઆઇએ કહ્યું કે ૧૮૫૬ થી ૫૭ સુધી તે સ્થાન પર હિંદુઓને પૂજા કરતાં રોકવામાં આવ્યા ન હતા. સદીઓથી હિંદુઓ દ્વારા ત્યાં પૂજા કરવી તે સાબિત કરે છે કે તેમનો વિશ્વાસ છે કે તે સ્થાન પર રામલલા વિરાજમાન છે.

સીજેઆઇએ કહ્યું બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી. ૧૯૪૯માં બે મૂર્તિઓ રાખવામાં આવી હતી. સીજેઆઇએ કહ્યું કે બાબરી મસ્જિદ હિંદુ સ્ટ્રકચરની ઉપર બનાવવામાં આવી. આ મસ્જિદ સમતળ સ્થળ પર બનાવવામાં આવી નથી. એસઆઇના ખોદકામમાં ૨૧જ્રાક સદીમાં મંદિરના પુરાવા મળ્યા. સીજેઆઇએ કહ્યું કે ખોદકામના પુરાવાને નકારી ન શકાય. ખોદકામના ઢાંચાના પુરાવા મળ્યા ન હતા. સીજેઆઇએ કહ્યું કે એએસઆઇના ખોદકામમાં જે વસ્તુઓ મળી છે તેને અમે નકારી ન શકીએ. સીજેઆઇએ કહ્યું કે ખોદકામના મળેલા દસ્તાવેજોને નકારી ન શકાય.

સીજીઆઇએ કહ્યું કે આસ્થા અને વિશ્વાસ પર કોઇ સવાલ નથી. સીજેઆઇએ કહ્યું કે શ્રીરામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો તેમાં કોઇ શંકા નથી. સુપ્રીમ કોર્ટે રામલલાને કાનૂની માન્યતા આપી છે. સીજેઆઇએ કહ્યું કે એ પણ કહ્યું કે અંગ્રેજોના આવ્યા પહેલાં હિંદુ ત્યાં રામ ચબુતરો અને સીતા રસોઇ પર પુજા થતી હતી.

(3:39 pm IST)