મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ન નિર્મોહી, ન સુન્ની વકફ બોર્ડ, ન રામ જન્મભૂમિ ન્યાસ...જાણો કોને મળી વિવાદીત જમીન

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે વિવાદીત જમીન પર રામલલ્લા બિરાજમાનનો હક્ક માન્યો છે. ફેંસલામાં કોર્ટે વિવાદીત જમીન પર રામલલ્લાનો દાવો ગણ્યો છે. આ જમીન પર મંદિર બનાવવા માટે કેન્દ્રને ૩ મહિનામાં ટ્રસ્ટ બનાવવા આદેશઃ ટ્રસ્ટના સભ્યોના નામ કેન્દ્ર નક્કી કરશેઃ ફેંસલામાં કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો સાથોસાથ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે ૫ એકર વૈકલ્પીક જમીન આપવા આદેશ આપ્યોઃ રામ જન્મભૂમિ ન્યાસને પણ જમીનની માલિકી હક્ક ન આપ્યોઃ ફેંસલામાં કહેવાયુ છે કે વિવાદીત જમીનના બહાર અને આંતરીક હિસ્સા પર રામલલ્લાનો હક્ક છે તેથી એક નવુ ટ્રસ્ટ બનાવાઈઃ નિર્મોહી અખાડાને ટ્રસ્ટમાં જગ્યા મળશે

(3:38 pm IST)